લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ સાથે ઇઝરાયેલનું યુદ્ધ, 22 વર્ષીય IDF સૈનિકનું મોત

  • October 02, 2024 10:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયેલની સેના હવે લેબનોનમાં ઘુસીને જમીની કાર્યવાહી કરી રહી છે. ઈઝરાયેલની સેના હિઝબુલ્લાહ આતંકવાદીઓ સાથે ભીષણ યુદ્ધ કરી રહી છે. બીજી તરફ ગ્રાઉન્ડ એક્શન બાદ પહેલીવાર ઈઝરાયેલનો સૈનિક માર્યો ગયો છે. ઈઝરાયેલે જાહેરાત કરી છે કે આ હુમલામાં તેનો 22 વર્ષીય સૈનિક માર્યો ગયો છે. યુદ્ધમાં ઘાયલ થયેલા જવાનોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યો છે.


ઇઝરાયેલની સેના હવે લેબેનોન સામે જમીની કાર્યવાહી કરી રહી છે. સેના લેબનોનમાં ઘુસી ગઈ છે અને હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી રહી છે. આ દરમિયાન જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલનો એક સૈનિક માર્યો ગયો છે.


ગ્રાઉન્ડ એક્શન પછી પ્રથમ સૈનિકનું મૃત્યુ

ઈઝરાયેલની સેનાએ પોતાના સૈનિકના મોતની જાણકારી આપી છે. સેનાએ કહ્યું કે લેબનોનમાં યુદ્ધમાં કમાન્ડો બ્રિગેડનો 22 વર્ષીય સૈનિક શહીદ થયો છે.


ઇઝરાયેલની સેના લેબનોનમાં પ્રવેશી

ઇઝરાયેલની સેનાએ લેબનીઝ નાગરિકોને સરહદી વિસ્તારમાં પોતાના ઘર ખાલી કરીને અન્ય સ્થળોએ જવા માટે કહ્યું છે. જોકે, હિઝબુલ્લાએ લેબનોનમાં ઇઝરાયલી સેનાના પ્રવેશને નકારી કાઢ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application