ગુજરાતમાં પ્રથમ જામનગરમાં હીરો હોન્ડાનું કરીઝમા એકસએમઆર બાઇક લોન્ચ થયું

  • October 20, 2023 11:35 AM 

જામનગર ગોકુલ એસોસીએટ્સ દ્વારા હોટલ વિશાલમાં કંપનીના નવા ટુ વહીલર મોડલને લઈને લોન્ચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. કંપની દ્વારા  હીરો 210 નું સ્પોટ્ર્સ બાઇક ગુજરાતમાં સૌપ્રથમ જામનગર ખાતે લોન્ચ કરાયું. ગોકુલ એસોસીએટ્સના માલિક અક્ષીત મિલનભાઈ પોબારુંના અધ્યક્ષસ્થાને આ ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં  હીરો મોર્ટોકોપના સેલ્સ હેડ પ્રદીપ શીંગાળા, આયુષ જૈન, શ્રેયાન ચેટરજી, ગોકુલ એસોસીએટ્સના સ્ટાફ કર્મચારીઓ તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતમાં આ ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. હોટલ વિશાલ ખાતે મ્યુઝિકલ નાઈટ સાથેના આ લોન્ચ કાર્યક્રમમાં કંપનીનું સ્પોટ્ર્સ અને બેસ્ટ લુક તેમજ અનેક ફીચર્સ સાથેનું બાઈકને જામનગરમાં લોન્ચ કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, પ્રિન્ટ અને ઇલેકટ્રીક મીડીયાના પત્રકારો સહિતનાઓએ હાજરી આપી હતી. ગોકુલ એસો.ના માલિક અક્ષીતભાઇ પોબારુંએ હિરો હોન્ડા કરીઝમા એકસએમઆરને લોન્ચ કરવા બદલ કંપનીના અધિકારીઓનો આભાર માન્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application