1400 કરોડના ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ચોમાસાની શરૂઆતમાં જ આજે બપોરે ટર્મિનલના મુખ્ય પ્રવેશ દ્વાર પરનો જર્મન ડોમ તૂટી પડતા દોડધામ જવા પામી હતી. સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના બન્યા બાદ પણ કલાકો સુધી ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ફરકયાં ન હતા, કંઈ જ ન બન્યું હોય તેમ ઘટનાને નજરઅંદાજ કરી હતી.
આ અંગેની મળતી વિગત અનુસાર ગઈકાલે દિલ્હીમાં ભારે વરસાદના લીધે આખું સ્ટ્રકચર ધરાશાયી થયું હતું એ ઘટનાને હજી 24 કલાક પણ થયા નથી ત્યારે આજે સવારે રાજકોટમાં સવારથી પડી રહેલા વરસાદ અને ભારે પવનના લીધે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ્યાંથી પેસેન્જરો એન્ટ્રી લે છે તે એરિયામાં કેનોપી ઉડી ગઈ હતી અને કાપડથી બાંધેલો જર્મન ડોમ તૂટી પડ્યો હતો.
અચાનક આ ઘટના બનતા હાજર રહેલા કર્મચારીઓ અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે 11 ને 10 મિનિટે મુંબઈની અને ત્યારબાદ 12:00 વાગે ગોવાની ફ્લાઈટ હોવાના લીધે બંને ફ્લાઈટના પેસેન્જર ભેગા થયા હતા. મુંબઈની ફ્લાઈટ મોડી હોવાના કારણે તેના પેસેન્જર અને ગોવાની ફ્લાઈટ નો સમય પણ થયો હોવાથી બંને ફ્લાઈટના પેસેન્જરો એકઠાં થયા હતા.
1400 કરોડના ખર્ચે હીરાસરમાં આકાર પામી રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માં અત્યારે મુખ્ય ટર્મિનલ નું કામ ચાલી રહ્યું છે ત્યારે જર્મન ટેકનોલોજીથી બનાવેલા હંગામી ધોરણના ટર્મિનલ પરથી પેસેન્જરની અવરજવર ચાલુ છે. ગત વર્ષે ચોમાસા બાદ આ નવું એરપોર્ટ કાર્યરત થયું હતું. ત્યારે વરસાદના કારણે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. નવું એરપોર્ટ શરૂ થયા બાદ પહેલી વખતે ચોમાસુ આવ્યું ત્યાં જ મોટી ઘટના બનતા સહજમાં અટકી ગઈ.. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ તો રોકાયા ન હતા પરંતુ સુરક્ષા જવાનો, કોન્ટ્રાક્ટરો અને ટેકનિકલ ટીમ તાત્કાલિક અહીં પહોંચીને ફરીથી ડોમ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે.
જો મુંબઈની ફ્લાઈટ સમયસર હોત તો...
મુંબઈથી રાજકોટ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નો સમય 11:50 મિનિટનો હોય છે. આ ઘટના બની એ સમયે જ આ ફ્લાઈટ નો સમય હતો પરંતુ ખરાબ હવામાનના લીધે મુંબઈની આ ફ્લાઈટ મોડી હોવાના કારણે સદભાગ્યથી મોટી ઘટના અટકી ગઈ છે જો ફ્લાઇટ સમયસર હોત તો પેસેન્જર પણ ચેક આઉટ કરતા હોત અને આ ઘટના ટર્મિનલ ની બહાર પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં બની હતી ત્યારે પેસેન્જરની અવરજવર પણ હોત,જોગાનુજોગ આ ફલાઇટ મોડી પડતાં મોટી ઘટના ટળી છે.
ટર્મિનલમાં પણ પાણી પડે છે અને ખાબોચિયા ભરાવાની ફરિયાદો
એરપોર્ટ પર મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ બની રહ્યું છે ત્યારે હંગામી ધોરણે બનેલા ટર્મિનલમાં વરસાદ શરૂ થતાની સાથે જ પાણી પડવાની મુસાફરોએ ફરિયાદ કરી હતી. મુસાફરો જ્યાં બેસે છે ત્યાં અનેક વખત પાણી પડે છે તેવી રાવ ઉભી થઇ હતી,જો કે ઓથોરિટી દ્વારા હાલના તબક્કામાં રીપેરીંગ કામ કરી દેવામાં આવ્યું છે. થોડો વરસાદ પડે ત્યાં જ પ્રવેશદ્વાર પાસે પાણીના ખાબોચિયા ભરાઈ જવાની પણ અનેક વખતે ફરિયાદ કરી હતી.
ઇન્ટરનેશનલ એરપોર્ટ ખામીઓના લીધે શરૂઆતથી ચર્ચામાં
શઆતથી જ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુવિધાના અભાવ અને અડચણ વચ્ચે ચચર્મિાં રહ્યું છે. જ્યારે એરપોર્ટનું ઉદ્ઘાટન થયું એના ગણતરીના દિવસોમાં ટોયલેટમાં પાણી ન હોવાની બુમરાણ વચ્ચે વિડીયો વાયરલ થયા બાદ એરપોર્ટની આ બેદરકારી પર ઢાંકપીછોડો કરવા માટે રાજકીય મહાશયોને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. ટર્મિનલમાં અસુવિધા સાથે રન વે પર ગાય,શ્વાનો, આખલા પહોંચી જાય છે સહિતની ફરિયાદો ઉભી થઇ હતી,ત્યારે ઓથોરિટી અમુક અધિકારીઓ અંગત કર્મચારીઓના ખરા ખોટા મનસુબાઓને પાર પાડવા માટે આંતરિક ખેંચતાણ અને અનામી અરજીઓનો ખેલમાં રચ્યાં પચ્યા રહે છે એટલે જ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિકાસ હવામાં જઅટકી પડ્યો છે.
જર્મન ડોમ તૂટવાની ઘટના બીજી વખત બની
મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ પર જર્મન ડોમ ઘટના આજે બીજી વખત બની છે. એરપોર્ટ ના સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ વાવાઝોડાના લીધે ટર્મિનલ બિલ્ડીંગના બીજા દરવાજા પર કેનોપી તૂટી પડી હતી. ત્યારે આજે પણ વરસાદ અને પવનના લીધે ડોમ પરના કાપડમાં પાણી ભરાઈ જતા તૂટી પડ્યું હતું.
બે ફ્લાઇટના પેસેન્જર ભેગા થયા હતા, સ્હેજમાં દુર્ઘટના અટકી
આજે સવારે હિરાસર એરપોર્ટ ના ટર્મિનલ બિલ્ડિંગમાં જ્યારે આ ઘટના સર્જાય ત્યારે ગોવા અને મુંબઈની ફ્લાઈટ હોવાના લીધે બંને ફ્લાઇટના પેસેન્જર એકત્ર થઈ ગયા હતા જોકે મુંબઈની ફ્લાઈટ મોડી હતી આથી પેસેન્જરોએ અગાઉથી જ ચેક ઇન કરાવી લીધું હ્તું.. જ્યારે મુંબઈ પછી ગોવાની ફ્લાઈટ હોવાથી આ પેસેન્જર ઉપર એરપોર્ટ પર એકત્ર થયા હતા. ઘટના બની ત્યારે મોટા ભાગના પેસેન્જરો એ ટર્મિનલમાં પ્રવેશ લઈ લીધો હોવાના કારણે સહેજમાં દિલ્હી જેવી દુર્ઘટના થતી અટકી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech