પુણે નજીક ટેકરી પર અથડાતા હેલિકોપ્ટર ક્રેશ: ૩ લોકોના મોત

  • October 02, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર્રના પુણેમાં આજે વહેલી સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને બાદમાં તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે તેમાં સવાર ૩ લોકોના મોત થયા હતા, ઘટનાની કણતા એ હતી કે ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર અગન ગોળો બની ગયું હતું જેના લોધે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર તેમજ રેસ્કયુ ટીમ દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શ કયુ હતું. આ હેલિકોપ્ટર કયાં જઈ રહ્યું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા લોકોની વિગતો મેળવાઈ રહી છે.
મહારાષ્ટ્ર્રના પુણેમાં બાવધન પાસે આજે વહેલી સાવરે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ૩ લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. બાવધન વિસ્તારના કેકે રાવ ટેકરી વિસ્તારમાં આ બનાવ સવારે ૬.૩૦ થી ૭ વાગ્યાની વચ્ચે થયો હતો. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. જેના કારણે ત્રણેયના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા.
પુણે પોલીસના જણાવ્યા અનુસાર હેરિટેજ એવિએશન કંપનીનું આ અગસ્તા ૧૦૯ હેલિકોપ્ટર પુણેથી મુંબઈ માટે ઉડું હતું. બે પાયલોટ કેપ્ટન પિલ્લઈ અને કેપ્ટન પરમજીત સિવાય વિમાનમાં એક એન્જિનિયર હતો. મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટર અકસ્માતના ૩ મિનિટ પહેલા ઓકસફર્ડ હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. બુદ્રક ગામ પાસે એક ટેકરી પર અથડાતાં તે દોઢ કિલોમીટરનું અંતર પણ કાપી શકયું ન હતું. તેનો કાટમાળ ખાડામાં પડેલો જોવા મળ્યો હતો. આકસફોર્ડ ગોલ્ડ કલબના હેલિપેડથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે દુર્ઘટના સર્જાઇ હોવાની આશંકા છે. જોકે અકસ્માત અંગે સચોટ માહિતી માટે ઓફિશિયલ તપાસ શ કરી દેવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બચાવ કાર્ય શ કરી દેવામાં આવ્યું છે. હિંજવડી પોલેસ સ્ટેશન અને વિમાન અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પિંપરી ચિંચવડ બાવધન પાસે થયો હતો. આ હેલિકોપ્ટર અહીં કન્સ્ટ્રકશન સાઈટ પાસે ખાઈમાં પડી ગયું છે. આ પછી હેલિકોપ્ટરના કાટમાળમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પિંપરી ચિંચવડ પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં કુલ ત્રણ લોકો હતા અને ત્રણેય લોકોના મૃતદેહ કાટમાળ પાસે મળી આવ્યા હતા. નોંધનીય છે કે પુણેમાં ૪૦ દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલા ૨૪ ઓગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તેમાં એક પાયલટ અને ત્રણ મુસાફરો હતા. આ અકસ્માતમાં પાયલોટ ઘાયલ થયો હતો. બાકીના ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ ન હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application