જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર

  • July 22, 2023 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ-વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. આ સ્થિતિના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:

1)  ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 22.07.2023 ના રોજ રદ રહેશે.

2)  ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ 22.07.2023 ના રોજ રદ રહેશે.

શોર્ટ ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:

1)  22.07.2023 ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ને જેતલસર માં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

2)  22.07.2023 ની ટ્રેન નંબર 19208 વેરાવળ-પોરબંદર એક્સપ્રેસ ને જૂનાગઢ માં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જૂનાગઢ-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application