રાજકોટ–પોરબંદર સહિત રાજયના અનેક શહેરોમાં સવારે જોરદાર ધુમ્મસ

  • October 30, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ–પોરબંદર સહિત રાજયના અનેક શહેરોમાં સવારે જોરદાર ધુમ્મસ

છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર્ર સહિત રાયના અનેક શહેરોમાં સવારે ધુમ્મસ જોવા મળે છે. પરંતુ આજે તેની અસર વધુ રહેવા પામી હતી. રાજકોટ અને પોરબંદરમાં ધુમ્મસનું જોર વધુ રહ્યું હતું. સમગ્ર રાયમાં સૌથી ઐંચું ભેજનું પ્રમાણ રાજકોટમાં ૯૫ ટકા અને પોરબંદરમાં ૯૪% રહેવા પામ્યું હતું અને તેના કારણે ધુમ્મસની તીવ્રતા પણ વધુ અનુભવાય હતી.
આજે સવારે રાયના અન્ય શહેરોમાં નોંધાયેલા ભેજના પ્રમાણની વાત કરીએ તો ભુજમાં ૮૬ દમણમાં ૮૯ કંડલામાં ૮૪ નલિયામાં ૮૧ અને સુરતમાં ૮૮% ભેજ નોંધાયો છે.
ભુજ ડીસા સહિત અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો અને રાજકોટ સહિતના અનેક શહેરોમાં ૪૦ ડિગ્રી લગોલગ તાપમાન પહોંચી ગયું હતું. પરંતુ તેમાં હવે ઘટાડો થયો છે. ભુજમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૭.૮ ડિગ્રી અને ડીસામાં ૩૯.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી રહેવા પામ્યું હતું. અમરેલીમાં ૩૭.૨ વડોદરામાં ૩૮ અને અમદાવાદમાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. મહત્તમ તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે પરંતુ તેની કોઈ અનુભૂતિ લોકોને થતી નથી અને ગરમીનું જોર યથાવત રહ્યું છે.
અરબી સમુદ્રના દક્ષિણ તરફના વિસ્તારમાં અને ઓડિશા તથા ઝારખંડમાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળે છે અને તેની અસરના ભાગપે દક્ષિણના રાયોમાં વરસાદ પડી રહ્યો છે. જમ્મુ કશ્મીરમાં પણ આજે સામાન્ય વરસાદ નોંધાયો હતો. પરંતુ વાતાવરણમાં બદલાવ લાવી શકે અને ઠંડી શ થાય તેટલી વધુ માત્રામાં આ વરસાદ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News