જામનગરમાં ગરમી વધી: તાપમાન ૩૫ ડીગ્રી

  • April 02, 2024 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે ગરમીમાં થોડો વધારો થયો છે, હજુ ત્રણ દિવસ આકરો તાપ રહેશે અને એપ્રિલ અને મે મહીનામાં અવારનવાર હીટવેવ રહેવાની આગાહી અત્યારથી જ હવામાન ખાતાએ કરી દીધી છે ત્યારે ગઇકાલ કરતા મહત્તમ તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થયો છે. 

કલેકટર કચેરીના ક્ધટ્રોલ ‚મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૧ ડીગ્રી,  રહ્યું હતું,  હવામાં ભેજ ૮૮ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ૫ તારીખ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં હળવા ઝાપટા પડશે, એટલું જ નહીં વાદળછાયું વાતાવરણ રહેશે. 

ગામડાઓમાં મિશ્ર વાતાવરણને કારણે લોકો પરેશાન થઇ ગયા છે, ગળુ દુ:ખવું, શરદી, ઉધરસના કેસો પણ વધી રહ્યા છે. હાલારના ગામડા અને તાલુકા મથકો કાલાવડ, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા, ખંભાળીયા, દ્વારકા, લાલપુર, ફલ્લા સહિતના ગામોમાં ગરમી જોવા મળી હતી અને લોકો ગરમીથી વાજ આવી ગયા હતાં. 

સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં ગઇકાલે અને આજે પણ તાપમાન ૪૧ ડીગ્રીને પાર થતાં લોકોને રાહત થઇ ન હતી, જયારે સાગરકાંઠા વિસ્તારમાં જામનગર, દ્વારકા અને પોરબંદરમાં અન્ય શહેરો કરતા ગરમી ઓછી રહી હતી, ત્યારે જામનગરનું વાતાવરણ અન્ય શહેરો કરતા ઠંડુ રહ્યું છે તેથી લોકોને અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો છે.

ગઇકાલે રાજકોટનું તાપમાન પણ ૪૦ ડીગ્રીને પાર થઇ ગયું હતું જયારે અમરેલી, જુનાગઢ, ગીર, સોમનાથ સહિતના શહેરોમાં પણ આકરો તાપ જોવા મળ્યો હતો, બપોરે ૧૧ થી ૫ દરમ્યાન ઉનાળામાં આકરો તાપ પડે તેવો તાપ પડી રહ્યો છે, સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે અને હજુ ચાર દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની કોઇ શકયતા નથી તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જયારે સૌરાષ્ટ્રમાં ખેડુતોને બપોરે ખેતરમાં કામ કરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે, જામનગર શહેરમાં હજુ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ છે જેને કારણે રોગચાળો વધી રહ્યો છે. ગઇકાલે મોડી રાત્રે ૩૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જો કે હજુ પણ મચ્છરનો ત્રાસ જોવા મળે છે, પરંતુ મહાપાલિકા દ્વારા ફોગીંગની કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. 
​​​​​​​

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર એપ્રિલ અને મે મહીનામાં અવારનવાર હીટવેવ પડશે, કેટલાક શહેરોનું તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી જશે તેમ જાણવા મળે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News