કાલાવડ-રણુંજા રોડ પર હીટ એન્ડ રન : વૃઘ્ધનું મોત

  • November 21, 2023 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના હાથબ ગામના વૃઘ્ધ ચાલીને રણુંજા જતા બનેલો બનાવ : પોલીસ દ્વારા બોલેરો ચાલકની તલાશ

કાલાવડ-રણુંજા રોડ પર બેફામ ગતીએ આવેલી બોલેરોએ ચાલીને રણુંજા જઇ રહેલા ભાવનગરના હાથબ ગામના વૃઘ્ધને હડફેટે લઇને ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી નાશી છુટયો હતો, હીટ એન્ડ રનનો બનાવ બન્યાનું જાણવા મળતા કાલાવડ પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ-રણુંજા રોડ પર આજે ભાવનગરના હાથબ ગામના શંભુભાઇ પોપટભાઇ ગોહીલ (ઉ.વ.૫૫) નામના વૃઘ્ધ ચાલીને રણુંજા જઇ રહયા હતા, આ વેળાએ પુરપાટ ઝડપે આવેલી બોલેરોએ ઠોકર મારીને પછાડી દીધા હતા, ગંભીર ઇજા પામેલા વૃઘ્ધનું મૃત્યુ નિપજયુ હતું, આ વેળાએ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા.
બનાવ સબંધે કાલાવડ પોલીસની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી, પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભાવનગર વિસ્તારના વૃઘ્ધ સહિતના રણુંજા જતા હતા ત્યારે બનાવ બન્યો હતો.
જામનગર પંથકમાં વાહન અકસ્માતના ગંભીર બનાવોનો સિલસીલો યથાવત રહયો છે, તાજેતરમાં જુદા જુદા વિસ્તારમાં અકસ્માત થયા હતા અને દિવાળીના સપરમાં દિવસોમાં ખાવડી પાસે ૩ વ્યકિતનો ભોગ લેવાયો હતો, ઉપરાંત અન્ય બનાવમાં નાની મોટી ઇજાઓ પહોચી હતી, આ ગોઝારા અકસ્માતના બનાવો તાજા છે ત્યાં આજે કાલાવડ વિસ્તારમાં હીટ એન્ડ રનનો બનાવ સામે આવતા પોલીસ દ્વારા પ્રાથમિક વિગતોના આધારે બોલેરો ચાલકની શોધખોળ આદરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application