તમે ક્યારેય સફેદ કેરી ખાધી છે? અહી થાય છે સફેદ કેરીની ખેતી

  • June 06, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. કેટલાકને પાકી કેરી ખાવી ગમે છે તો કેટલાકને કાચી કેરી ગમે છે. ભારતમાં કેરીની ઘણી જાતો છે જેમાં લંગડા, દશેરી, ચૌસા, માલદા અને તોતાપુરીનો સમાવેશ થાય છે. પરંતુ ક્યારેય સફેદ કેરીનું નામ સાંભળ્યું છે?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરીની આ જાતનું નામ ‘વાની’ છે. જેની ખેતી ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર જ થાય છે. આ કેરીની ખાસિયત એ છે કે તેની ઉપરની છાલ આછા લીલા રંગની હોય છે, પરંતુ પાક્યા પછી પણ તેનો માવો અંદરથી દૂધ જેવો સાવ સફેદ હોય છે. બાલી ટાપુ પર, લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ભલે ‘વાની’ કેરી અંદરથી સફેદ હોય, પણ મીઠી સામાન્ય કેરી જેવી હોય છે. જેના કારણે બાલીના ખેડૂતો આ કેરીની ખેતી કરીને સારી કમાણી કરે છે.
અન્ય કેરીની જેમ તેમાં પણ ઘણા વિટામિન અને પોષક તત્વો મળી આવે છે.

‘વાની’ કેરીનું સેવન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. આમાં ફાઈબર, પોટેશિયમ અને વિટામિન એ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ કેરી ખાવાથી સ્થૂળતા નિયંત્રણમાં રહે છે. બાલીમાં લોકો જ્યુસ, શરબત અને આઈસ્ક્રીમ બનાવીને પણ આ કેરીને ખૂબ જ ખાય છે. આ કેરીના છોડ ઓનલાઈન મળી રહ્યા છે જેમાં એમેઝોન પર આ છોડની કિંમત 259 આસપાસ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application