બાંગ્લાદેશમાં ચૂંટણી સુધી હસીના ભારતમાં જ રહેશે: વાજેદ જોય

  • August 10, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર જોય વાજેદે કહ્યું છે કે બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત ન થાય ત્યાં સુધી તેની માતા ભારતમાં જ રહેશે. વાજેદે કહ્યું કે યાં સુધી બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત ન થાય ત્યાં સુધી તે ભારતમાં જ રહેશે. આ સાથે જોયે કહ્યું કે શેખ હસીનાનો અન્ય કોઈ દેશમાં શરણ લેવાનો કોઈ ઈરાદો નથી. તે ભારતમાં જ રહેશે. તેણે કહ્યું કે, તે પોતાની માતાનો જીવ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છે, તેમણે તેને બહત્પ ઓછા સમયમાં ભારત આવવાની મંજૂરી આપી, નહીંતર બાંગ્લાદેશમાં તેની હત્યા થઈ ગઈ હોત.
જોયે કહ્યું કે દેશભરમાં અવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હત્પમલા બાદ તેમનો દ્રષ્ટ્રિકોણ બદલાઈ ગયો છે. માતાની આ છેલ્લી મુદત હતી. તે આગામી ચૂંટણી લડશે નહીં. મને પણ રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા નહોતી. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોમાં જે પણ બન્યું તે દર્શાવે છે કે દેશના નેતૃત્વમાં ખાલીપણું છે. દેશની જનતા અને પાર્ટીના કાર્યકર્તાઓ માટે મારે રાજકારણમાં આવવું પડશે. જોયે કહ્યું કે અવામી લીગ આગામી ચૂંટણીમાં ભાગ લેશે અને તેમને વિશ્વાસ છે કે તેઓ ચૂંટણી જીતશે. જોયે કહ્યું, અવામી લીગ બાંગ્લાદેશની સૌથી મોટી અને જૂની પાર્ટી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application