જેલમાંથી બહાર આવવાની ખુશી...રામ રહીમે તલવારથી કેક કાપીને 40 દિવસની પેરોલનો મનાવ્યો જશ્ન

  • January 24, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બળાત્કાર અને હત્યાના ગુનામાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે 40 દિવસની પેરોલ મંજૂર કર્યા બાદ બાગપત સ્થિત તેના બરનાવા આશ્રમમાં તલવાર વડે કેક કાપીને પોતાની આઝાદીની ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો છે, જેમાં રામ રહીમના ઘણા ફોલોઅર્સે પણ ભાગ લીધો હતો.

ડેરા સચ્ચા સૌદાના ચીફ પેરોલ પર ફરી છૂટ્યા બાદ તલવાર વડે કેક કાપતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ ઉજવણીમાં ઘણા અનુયાયીઓ પણ જોડાયા હતા. આર્મ્સ એક્ટ હેઠળ શસ્ત્રોનું જાહેર પ્રદર્શન એટલે કે તલવારથી કેક કાપવા પર પ્રતિબંધ છે.

આ બીજી વખત છે જ્યારે રામ રહીમે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે 40 દિવસની પેરોલ માંગી હોય. અગાઉ, રામ રહીમને થોડા મહિના પહેલા જ ઓક્ટોબર 2022માં 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. હરિયાણા પંચાયત ચૂંટણી અને આદમપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલા જ તેને પેરોલ આપવામાં આવ્યો હતો.

ડેરા પ્રમુખ 2017 થી હરિયાણાની સુનારિયા જેલમાં બંધ છે, જ્યાં તે સિરસામાં તેના આશ્રમના મુખ્યાલયમાં બે મહિલા શિષ્યો પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે. ઓગસ્ટ 2017માં, પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે તેને બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application