દાદાગીરી બેખૌફ: કારની વિન્ડોમાં લટકાવી બદમાશોએ યુવકને ત્રણ કિમી સુધી ઢસડ્યા

  • December 19, 2023 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છત્તીસગઢમાંથી એક હૃદયને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં નજીવી બાબતે કેટલાક યુવાનોએ એક યુવકને કારના દરવાજામાં ફસાવીને તેને 3 કિલોમીટર સુધી ખેંચ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.મામલો દુર્ગ સિટી કોતવાલી વિસ્તારનો છે. પટેલ ચોકમાં કારમાં સવાર શખ્સોએ પહેલા બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી. જે પછી જ્યારે યુવક તેમની સાથે વાત કરવા ગયો તો તેણે તેનો હાથ દરવાજામાં ફસાવીને તેને લગભગ ત્રણ કિલોમીટર સુધી ઢસેડ્યો હતો. એટલું જ નહીં, યુવકને દિવાલ સાથે ઘસવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ ખોફનાક ઘટના થી સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
યુવક દયાની ભીખ માંગતો રહ્યો પરંતુ કોઈને તેના પર દયા ન આવી. કારમાં બેઠેલા છોકરાઓ તેને અમર હાઈટ્સ સોસાયટી રિવર રોડ પર લઈ ગયા હતા. ત્યાંથી બચવાનો રસ્તો ન મળતાં તેઓએ યુવકને રસ્તા પર ફેંકી દીધો અને ભાગી ગયા હતા. જે પછી નજીકના લોકોની મદદથી કારમાં સવાર લોકોને પકડી લેવામાં આવ્યા હતા. આ સંદર્ભે સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તેમજ ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application