હળવદ માધાપરનો બગીચો મેઈન્ટેન્સના અભાવે ખંઢેર હાલતમા

  • February 05, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ શહેરમાં છેલ્લા  એક દશકમાં કુદકે ને ભુસકે વિકાસ થઈ રહ્યો છે સાથે સાથે પ્રદૂષણનો પણ પ્રશ્ન વિકાળ બનતો જાય છે ત્યારે હળવદ શહેરમાં કુદરતી છાયડો હરવા ફરવા લાયક ગાર્ડન લાખો રૂપિયાના  ખર્ચે વોર્ડ નંબર ચારમાં ભીડભંજન મહાદેવ પાસે માધાપર  વિસ્તારનો બગીચો મેન્ટેન્સના અભાવે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે. હળવદના વોર્ડ નંબર ચારમાં ભીડભંજન મહાદેવ પાસે  સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. જેમાં બાળકોને રમવા માટેના સાધનો, વૃક્ષ ,લાઇટો, ફુવારો,લાખો રૂપિયાના ખચે નાખવા આવ્યા હતા. ફરવા લાયક ગાર્ડન બનાવ્યો હતો. નગરપાલિકા તંત્રની  અણઆવડતના કારણે છેલ્લા  કેટલાક સમયથી બગીચામાં અંધારપટ રહેતા વાલીઓ તથા બાળકોમાં રોષની લાગણી ફેલાય છે,આ વિસ્તારનો માત્રને માત્ર એક જ હરવા  ફરવા લાયક ગાર્ડન હોવાથી લોકો જાય તો ક્યાં જાય, બગીચામાંથી ્ફુવારા ઉઠાવી ગયા છે બંધ હાલતમાં જોવા મળે છે.
​​​​​​​ ,રમતગમતના સાધનો પણ વેરવિખેર હાલત  જોવા મળે છે,ગાર્ડનમાં ગંદકી ઠગલા ,પાણી ખાબોચિયા, જે પાણીનો ટાંકો આવેલ છે તેનું ઢાંકણું પણ ખુલ્લું  અવસ્થામાં છે જે ગમે ત્યારે મોટો અકસ્માત નોતરી શકે છે,શું તંત્ર  મોટા અકસ્માત ની રાહ જોય રહ્યું છે?તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લાઈટો ચાલુ કરવામાં આવે તેમ જ ખુલ્લાં  ટાંકાનું ઢાંકણું બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના વાલીઓમાં માંગણી ઉઠવા પામી છે અંધારાના કારણે નાના નાના બાળકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગમે ત્યારે જીવજંતુ કરડી જવાનો ડર વાલીઓમાં રહે છે તો હળવદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે માધાપર ના બગીચનોનું યોગ્ય રીતે સાર સંભાળ ચાલુ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોમા માંગણી ઊઠવા પાણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News