હાલારના સર્વેયરો અને પટ્ટાવાળાની બદલી કરતા સેટલમેટ કમિશ્નર

  • December 26, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમયથી જેમની બદલી થઇ ન હતી તેઓની અરસપરસ બદલીના હુકમો કરાયા

રાજયના સેટલમેટ કમિશ્નર અને જમીન દફતર નિયામક દ્વારા જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક સર્વેયરો અને પટ્ટાવાળાની અરસપરસ બદલી કરવામાં આવી છે જેમાં કેટલાકને બઢતી પણ આપવામાં આવી હોવાનું કલાર્કમાંથી જેમને સર્વેયર તરીકે બઢતી મળી છે તેમાં દ્વારકાની કચેરીના જગદીશ આર.નકુમને એ જ સ્થળે બઢતી સાથે બદલી કરવામાં આવી છે જયારે જામનગર સીટી સર્વે સુપ્રિ.-૨ કચેરીના કિશનકુમાર કટેશીયાને ડીએલઆર કચેરીમાં નિમણુંક કરાઇ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવિણકુમાર આર.કારેણાને કચ્છ, જામનગર સીટી સર્વે કચેરીના પ્રકાશભાઇ રાઠોડને સુપ્રિ.લેન્ડ રેકર્ડ કચેરી જામનગર અને દ્વારકાના ડીઆઇઆરએલ કચેરીના નવીન પરમારને દેવભુમિ દ્વારકામાં સુપ્રિ. લેન્ડ રેકર્ડ કચેરીમાં મુકવામાં આવ્યા છે તેમજ દ્વારકાના સંજય નકુમને કચ્છ, હિતેશ પરમારને મોરબી, ભાવિન જાદવને લેન્ડ રેકર્ડ કચેરીમાંથી ડીઆઇએલઆર દ્વારકા, સંજયભારથી ગૌસ્વામીને લેન્ડ રેકર્ડ કચેરીમાં, કેતન બાલધા, દિનેશ ડાંગર અને ડી.કે.વસરાને જામનગર મુકવામાં આવ્યા છે જયારે કે.એસ.ચુડાસમાને ડીઆઇએલઆર કચેરીમાંથી ખંભાળીયા સીટી સર્વે કચેરીમાં, દ્વારકા જિલ્લાના એચ.જી.કારેણાને એ જ જિલ્લામાં તેમજ જામનગરમાંથી કે.બી.રાઠોડને કચ્છ મુકવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application