ગુજરાતમાં HMPV વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ બાદ હવે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ આ વાયરસનો કેસ નોંધાયો છે. પ્રાંતિજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 8 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના પગલે આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બાળકને હાલમાં હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સાથે જ સાબરકાંઠામાં HMPV વાયરસનો આ પ્રથમ કેસ છે, જ્યારે રાજ્યમાં આ બીજો કેસ છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં પણ HMPVનો એક કેસ નોંધાયો હતો. ચીનમાં ફેલાયેલા આ વાયરસે હવે ગુજરાતમાં પણ દસ્તક દેતાં લોકોમાં ભયનો માહોલ છે.
HMPV વાયરસ શું છે?
હ્યુમન મેટાન્યુમો વાઈરસ (HMPV) એક શ્વસન સંબંધી વાયરસ છે, જે અન્ય શ્વસન વાયરસ જેવો જ છે. આ વાયરસની ઓળખ વર્ષ 2001માં થઈ હતી. સામાન્ય રીતે આ વાયરસ શિયાળાની ઋતુમાં નાના બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિનાશકારી આગથી લોસ એન્જલસમાં કમલા હેરિસનું ઘર ખાલી કરાવાયું, આખા શહેરમાં ઈમરજન્સી લાગુ
January 09, 2025 11:53 AMબર્ધનચોકના વેપારીઓ દ્વારા રેંકડી-પથારાના દબાણો કાયમી માટે દૂર કરવા તંત્ર સમક્ષ રજૂઆત
January 09, 2025 11:48 AMજામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે મકરસંક્રાંતિના પર્વે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
January 09, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech