દ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ

  • February 24, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિખ્યાત કલાકાર ડો.સોનલ માનસિંહ દ્વારા કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા" પ્રસ્તુત કરાઈ


 

ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા વિખ્યાત કલાકાર તેમજ પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ દ્વારા ભગવાન કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી 'કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ હતી.


ભગવાન કૃષ્ણના સંપૂર્ણ જીવનને પ્રતિબિંબિત કરતી 'કૃષ્ણ: નાટ્ય કથા' નિહાળી પ્રવાસીઓ તેમજ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 


આ તકે નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, મામલતદાર જે.એન.મહેતા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા સહિત બહોળી સંખ્યામાં દ્વારકા વાસીઓ ઊપસ્થિત રહ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, ભક્તિ, સંગીત અને વાર્તા કથનના અમર સ્વરૂપને જીવંત બનાવતી આ વિશેષ રજૂઆત ગુજરાતની ત્રણ ઐતિહાસિક નગરીઓમાં એક ભવ્ય યાત્રા તરીકે થશે.



તમજ  તા.૨૪ ફેબ્રુઆરી રોજ સોમનાથ ખાતે તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે, પ્રકાશ પથ (સોમનાથ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ ૨૪-૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના ભાગરૂપે) યોજાશે જે દર્શકોને અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ કરાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application