કેન્દ્ર સરકારની નલ સે જલ યોજનામાં ગુજરાત અગ્રણી પરંતુ નળ છે ત્યાં પાણી આવતું નથી

  • October 13, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રની નલ સે જલ યોજનામાં ગુજરાત અગ્રણી રાય છે પરંતુ ઘણી જગ્યાએ યાં નળ છે ત્યાં પાણી આવતું નહીં હોવાની ફરિયાદો થઇ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં યાં લોકો હેન્ડપમ્પથી પાણી લેતાં હોય છે ત્યાં ઘરમાં નળ નાંખવામાં આવ્યા છે પરંતુ તેમાં પાણી નથી.કેન્દ્ર સરકારની મહત્વની નલ જે જલ યોજનાને ગુજરાતમાં ભ્રષ્ટ્રાચારનો અખાડો બનાવી દેવામાં આવી છે. પાઇપો, પેવર બ્લોક, પંપીગ મશીન, નળ અને અન્ય મટીરિયલ્સની ખરીદીમાં મોટા ગોટાળા થયાં છે. રાજયના પંચમહાલ અને દાહોદ એમ બે આદિવાસી જિલ્લામાંથી આ કૌભાંડ પકડાયું છે. જો તપાસ કરવામાં આવે તો અન્ય જિલ્લાઓમાં પણ ગોટાળા સામે આવે તેમ છે.


અધિકારીઓ કમિશનના રૂપિયા જમી ગયા છે. જે ફરિયાદો મળી છે તેમાં પાઇપલાઇનની ઓછી ઉંડાઇ, તૂટેલા સ્ટેન્ડપોસ્ટ, લીકેજ, પેવર બ્લોકમાં કટકી, પંપીંગ મશીનરીમાં અપૂરતા હેડ અને નળની ખરીદીમાં ગુણવત્તા જળવાઇ નથી. લોકો નળ કાઢીને લેકિસબલ રબરની પાઇપો લગાવી રહ્યાં છે. કેટલીક જગ્યાએ વીજપુરવઠાના અભાવે પાણી મળતું નથી.તકલાદી પાઇપલાઇન તૂટી જતાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. બે જિલ્લામાં ૩૦ ફરિયાદો સામે વિભાગે માત્ર એક અધિકારીને ફરજમોકુફી પર ઉતાર્યા છે પરંતુ બીજી કોઇ કાર્યવાહી થઇ નથી. સરકાર જો પ્રામાણિકતાથી આ યોજનામાં તપાસ શ કરાવે તો એક મોટું કૌભાંડ સામે આવે તેમ છે, પરંતુ કૌભાંડ પ્રકાશમાં આવે તો લોકસભામાં સરકારની બદનામી થાય તેમ છે તેથી બધાંએ ચૂપકિદી સાધી લીધી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application