રાજકોટ TRP અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારે કરી કાર્યવાહી, 6 IPS અધિકારીઓની બદલી

  • May 27, 2024 09:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે સરકારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 6 IPS અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના આદેશ આપ્યા છે. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું પણ નામ સામેલ છે.


રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સર્જાયેલા મોતના તાંડવથી સરકાર પણ હલી ગઈ છે અને તાત્કાલિક SITની રચના કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ સિલસિલામાં અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે રાજકોટ મનપા કમિશનર અને રાજકોટ શહેર પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.




આ ઉપરાંત વિધિ ચૌધરીની જગ્યા પર એડી. સીપી તરીકે મહેન્દ્ર બગરિયા અને ડીસીપી સુધીર દેસાઈની જગ્યા પર જગદીશ ભાર્ગવને મુકવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે રાજકોટથી બદલાયેલા ત્રણેયને વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં રાખવામાં આવ્યા છે.


રાજુ ભાર્ગવ, IPS (GJ:1995), પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે. તેમને હજૂ સુધી કોઈ પોસ્ટીગ આપવામાં આવ્યું નથી. તેમના સ્થાને બ્રજેશ કુમાર ઝા ને રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે પોસ્ટ આપવામાં આવી છે. મહત્વનું છે કે તેઓ IPS (GJ:1999), સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-2, અમદાવાદ શહેરમાં ફરજ બજાવી રહ્યા હતા.


શુ હતી ઘટના

રાજકોટ શહેરના નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં 27થી વધુ લોકોના લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application