ધોરાજીમાં ઇનોવા કાર ઝાડ સાથે અથડાતા રોડ પર નીચે ઉતરી પલ્ટી મારી ગઈ, 4 લોકોના ઘટનાસ્થળે મોત, બેને ગંભીર ઈજા, જુઓ ગોઝારા અકસ્માતની તસવીરો

  • May 06, 2025 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના સૂપેડી ગામ નજીક ગોઝારો અકસ્માત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઇનોવા કારમાં 6 લોકો ધોરાજીથી ઉપલેટા તરફ જઈ રહ્યા હતા ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઇનોવા કાર ઝાડ સાથે અથડાઈ રોડ પર પલ્ટી મારી ગઈ હતી. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોને ઇજા પહોંચતા સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડાયા હતા.  


અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત

મળતી માહિતી પ્રમાણે, ઈનોવા કારમાં ધોરાજીથી ઉપલેટા તરફ 6 લોકો જઈ રહ્યા હતા.  PGVCLનો કોન્ટ્રાક્ટ હોય વીડિયોગ્રાફી માટે જઈ રહ્યા હતા. ત્યારે સુપેડી ગામ નજીક  
ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પ્રથમ રોડ પરના વૃક્ષ સાથે ઇનોવા કાર અથડાઈ હતી અને બાદમાં રોડ નીચે પલ્ટી મારી ગઈ હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે.


મૃતકોની યાદી

  1. કિશોરભાઈ ચંદુભાઈ હિરાણી (ઉં.વ.64, રહે. ધોરાજી)
  2. વલ્લભભાઈ ધીરજલાલ રૂંધાની (ઉં.વ.57, રહે. ધોરાજી)
  3. અફતાબભાઈ આસિફભાઈ પઠાણ (ઉં.વ.19, રહે. ધોરાજી) 
  4. મોહમદભાઈ સુમરા (રહે. ધોરાજી)


જ્યારે આ અકસ્માતમાં અન્ય બે લોકોને પ્રથમ સારવાર અર્થે ધોરાજી બાદ જુનાગઢ રીફર કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 
આ ગમખ્વાર અકસ્માતના કારણે ધોરાજી પંથકમાં ગમગીની છવાઇ ગઈ છે. ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application