શું તમે જાણો છો કે તમે PAN કાર્ડથી 5 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકો છો. પરંતુ આ માટે તમારે PAN અને આધાર બંનેની જરૂર પડશે. આ બંને એકબીજા સાથે લિંક હોવા જોઈએ કારણ કે જો એવું નહીં હોય તો લોનની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે આ માટે કયા-કયા દસ્તાવેજોની જરૂર પડશે અને તમારે આ માટે કેવી રીતે અરજી કરવી પડશે...
આજના સમયમાં PAN કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ લેવડ-દેવડ માટે વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર પણ છે. પરંતુ શું તમે જાણો છો કે તમે PAN કાર્ડથી 5 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકો છો. પરંતુ આ માટે તમારે PAN અને આધાર બંનેની જરૂર પડશે. આ બંને એકબીજા સાથે લિંક હોવા જોઈએ કારણ કે જો એવું નહીં હોય તો લોનની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે આ માટે કયા-કયા દસ્તાવેજોની જરૂર પડશે અને તમારે આ માટે કેવી રીતે અરજી કરવી પડશે...
લોન માટે લાગશે આ દસ્તાવેજો
તમારે લોન માટે ઓળખપત્ર તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વોટર આઈડીની નકલ તમારી પાસે રાખવી પડશે. આ સાથે જ છેલ્લા ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને તાજેતરના બે મહિનાની સેલરી સ્લિપ અથવા ફોર્મ સાથે સેલરી સર્ટિફિકેટ. તમે લોન લેવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
તેમાં તમારે બેઝિક વિગતો ભરવાની રહેશે અને ઈ-કેવાયસીને પાન કાર્ડના માધ્યમથી પૂર્ણ કરવાનું રહેશે. આ રીતે લોન મળે છે. જેનો ઉપયોગ તમે તમારી કટોકટીની સ્થિતિમાં કરી શકો છો. તેને ભરવા માટે તમે ઈએમઆઈનો પણ ઉપયોગ કરી શકો છો. જેને ભરવા માટેનો સમયગાળો 6 મહિનાથી 96 મહિના સુધીનો રાખવામાં આવે છે.
લોન માટે કેવી રીતે કરવી અરજી
તમારે સૌથી પહેલા એવી બેંક અથવા ફાઇનાન્સ કંપનીને પસંદ કરવી પડશે જે PAN કાર્ડથી પર્સનલ લોન આપે છે. આ માટે તમારે વ્યાજ દર, લોનની રકમ અને લોન ભરવાની વિગતો વાંચવી પડશે. પછી બેંકની વેબસાઇટ પર જઈને Apply Now પર ક્લિક કરો. મોબાઇલ નંબર અને ઓટીપી ભર્યા બાદ અરજી ફોર્મ પર પાન નંબર, જન્મ તારીખ અને પિન કોડ ભરો. હવે પ્રોસિડ પર ક્લિક કરો અને લોનની રકમ અને પ્રકાર પસંદ કરો. પછી લોનનો સમયગાળો પસંદ કરો અને KYC વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો. પાન કાર્ડ લોન માટે તમે ભારતના નાગરિક હોવા જોઈએ અને ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલની જમાદાર ઓફિસમાં ઘૂસી મહિલા સહિત 3 શખ્સોના SI પર હુમલો
May 06, 2025 11:37 AMમેટ ગાલામાં બોલીવુડ સ્ટાર્સનું કિંગ સાઈઝ પ્રદર્શન
May 06, 2025 11:35 AMજામનગરમાં જીજી હોસ્પિટલમાં હોબાળો મચ્યો
May 06, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech