NEET UG -2024 પરીક્ષામાં ગેરરીતિ મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપી

  • June 23, 2024 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

NEET UG - 2024ની ગત તારીખ 5 મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.


આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. 


આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. 


સૂત્રોની વાત માનીએ તો, સીબીઆઈએ એક સેપ્રેટ કેસ નોંધ્યો છે. બિહાર અને ગુજરાતવાળા કેસને ટેકઓવર નહીં કરવામાં આવે. બંને રાજ્યોની પોલીસ હાલમાં પોતાના લેવલે તપાસ અને ધરપકડ કરી રહી છે. સીબીઆઈએ અલગ કેસ નોંધી લીધો છે. આગળની તપાસમાં સીબીઆઈને જ્યારે લાગશે તો બિહાર અને ગુજરાત પોલીસનો સંપર્ક કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application