ગુજરાતનું તા.3 ફેબ્રુઆરીએ રજૂ થનારું બજેટ: રૂટિન કરતાં વહેલા

  • December 27, 2023 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વધાનસભામાં આ બજેટ સત્રની શરૂઆત આગામી 2જી ફેબ્રુઆરીથી થશે, અને 3જી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2024-2025નું બજેટ રજૂ શકે છે. વિધાનસભાના બજેટ સત્રનો સમયગાળો પુરતો રહેશે.આ વખતે બજેટ સત્ર 23થી 26 દિવસ રહેશે.બજેટ સત્રને લઈને આજે કેબિનેટની બેઠકમાં મંજૂરીની મહોર મારવામાં આવશે અને રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર રહિત બજેટ રજૂ થાય તેવા સંકેત મળી રહ્યા છે. બિન સત્તાવાર સુત્રો માંથી મળતી માહિતી અનુસાર આ બજેટ સત્ર દરમિયાન છ થી સાત જેટલા વિધાયકો રજૂ કરવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
નાણા વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી આવવાની હોવાથી બજેટ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં રજૂ થતું હોય છે પરંતુ આ વખતે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ બજેટ રજૂ કરી દેવામાં આવશે.આજે કેબિનેટ ની બેઠકમાં બજેટ સત્ર ની તારીખ નક્કી થઈ છે.આગામી વર્ષના બજેટના કદમાં 50,000 કરોડ જેટલું વધારો થવાની સંભાવના છે.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈ પણ નવા વેરા માં વધારો કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વીજ શુલ્ક કે સ્ટેમ્પ ડ્યુટીના કર મા આંશિક રાહત મળે તેવી સંભાવના છે. ગુજરાતમાં સામાન્ય રીતે બજેટ સત્ર નો પ્રારંભ 18 થી 24 ફેબ્રુઆરી દરમિયાન થતો હોય છે પરંતુ આ વખતે વહેલું સત્ર બોલાવવામાં ની દિશામાં સરકારે કામગીરી પુર્ણતા ને આરે છે. નાણાકીય વર્ષ 2023- 24 ના વર્ષનું બજેટનું કદ 3.01 લાખ કરોડ રાખ્યું હતું. જેમાં 15 થી 20% નો વધારો થાય તેવી શક્યતા જોવાય રહી છે રાજ્યમાં આગામી તારીખ 10 થી 14 દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે સરકાર વિવિધ વિભાગ ને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. આવા સંજોગો વચ્ચે નાણા વિભાગના અધિકારીઓ બજેટની તૈયારીમાં વ્યસ્ત થયા છે.
કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાતની થયા પછી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થશે જેના કારણે રાજ્ય સરકાર કોઈ નવી જાહેરાત કરી શકતી નથી આ વખતે ચૂંટણીની જાહેરાત માર્ચ 2024 માં ગમે તે સમયે થઈ જાય તેવી સંભાવના છે આથી બજેટ સત્ર 15 થી 17 દિવસ વહેલું બોલાવવામાં આવી રહ્યું છે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમા બજેટ રજૂ કરી દેવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application