ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિધાનસભામાં વર્ષ 2025-26નું બજેટ રજૂ થવાનું હોવાથી તેઓ દિલ્હીના કાર્યક્રમોમાં ઉપસ્થિત નહીં રહે તેવી સત્તાવાર સૂત્રોમાંથી માહિતી મળી છે. આજે દિલ્હી ખાતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીની બેઠકનું આયોજન પણ થયું છે તેમાં પણ તેઓ હાજર રહેવાના નથી.
દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ વિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત નહીં રહે તેનું કારણ આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કરનાર છે. સમગ્ર બજેટ વાંચન દરમિયાન તેઓ વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત રહેશે.
દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા 6 લોકોની યાદીમાં પહેલું નામ પ્રવેશ વર્માનું છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા, ભાજપના મોટા ચહેરાઓમાંના એક છે જે ચૂંટણીમાં દિલ્હી વિધાનસભામાં પહોંચ્યા હતા. તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને હરાવીને વિધાનસભા પહોંચ્યા.
ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસા રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધનવતી ચંદેલાને ૧૮૧૯૦ મતોથી હરાવીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. દિલ્હીના અગ્રણી શીખ નેતાઓમાંના એક ગણાતા સિરસા શિરોમણી અકાલી દળમાં હતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા સમિતિના પ્રમુખ પણ હતા. એક સમયે બાદલ પરિવારના નજીકના ગણાતા સિરસા પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલના રાજકીય સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
બવાના વિધાનસભા બેઠકના ધારાસભ્ય રવિન્દ્ર રાજ, દિલ્હીના નવા રેખા ગુપ્તા મંત્રીમંડળમાં દલિત ચહેરો હશે. ભાજપ એસસી મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રવિન્દ્રએ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જય ભગવાન ઉપકારને મોટા માર્જિનથી હરાવ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ૫૦ વર્ષીય રવિન્દ્ર રાજ વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે.
કપિલ મિશ્રા આમ આદમી પાર્ટીના મનોજ કુમાર ત્યાગીને હરાવીને કરાવલ નગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2015 માં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત બાદ, તેમને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારમાં પાણી અને પર્યટન મંત્રી બનાવવામાં આવ્યા.
આશિષ સૂદ દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા અને મોટા પંજાબી ચહેરો છે. લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ સાથે જોડાયેલા આશિષ સૂદ જનકપુરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. દિલ્હી ભાજપમાં અનેક મહત્વપૂર્ણ પદો પર રહી ચૂકેલા આશિષ સૂદ ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉપપ્રમુખ અને દિલ્હી ભાજપના સચિવ રહી ચૂક્યા છે.
દિલ્હી ભાજપના પૂર્વીય ચહેરા પંકજ સિંહ વિકાસપુરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. વ્યવસાયે દંત ચિકિત્સક પંકજ સિંહે 1998 માં બિહારની મગધ યુનિવર્સિટીમાંથી બીડીએસ પૂર્ણ કર્યું. પંકજ સિંહે વિકાસપુરી વિધાનસભા બેઠક પરથી તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટીના મહિન્દર યાદવને ૧૨૮૭૬ મતોના માર્જિનથી હરાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech