મેન્ટરશીપ પ્રોગામ અંતર્ગત પ્રાધ્યાપકો દ્વારા તબીબી વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લવાયું

  • March 25, 2025 06:29 PM 

શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે મેન્ટરશીપ પ્રોગામ અંતર્ગત પ્રાધ્યાપકો દ્વારા તબીબી વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લવાયું

વિદ્યાર્થીઓનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સંસ્થા દ્વારા કરાતું વિશેષ આયોજન

જામનગર એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ એ સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ ધરાવતી સંસ્થા છે.જ્યાં મહત્તમ અન્ડર ગ્રેજ્યુએટ એટલે કે એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી 50% જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત બહારના પ્રાંતમાંથી આવે છે. તે જ રીતે ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ પણ 3 થી 4 જિલ્લાઓના દર્દીઓને તબીબી સેવાઓ પુરી પાડે છે.જેથી તબીબી વિદ્યાર્થીઓ એવા અનુસ્નાતક અને સ્નાતકો પર કામનું ભારણ ખૂબ રહે છે.આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
​​​​​​​

જેમાં તબીબી વિદ્યાર્થીઓનું શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ઘણા લાંબા સમયથી ડો.એસ.એસ.ચેટરજી, પ્રાધ્યાપક મેડિસિન વિભાગ અને એડિશનલ ડીન તેમજ ડો.ભુપેન્દ્ર ગોસ્વામી, સહપ્રધ્યાપક મેડિસિન વિભાગ આ દિશામાં કામગીરી કરી રહ્યા છે.ઉપરાંત વિદ્યાર્થીઓની માનસિક સ્વસ્થતા માટે પણ સંસ્થા ખાતે વારંવાર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે.જેના ભાગરૂપે ગત તા.૨૪-૦૩-૨૦૨૫ ના રોજ તમામ પ્રાધ્યાપકોની હાજરીમાં પ્રથમ વર્ષના 250 જેટલા એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓને માટે મેન્ટરશિપનો હેન્ડસ હોલ્ડિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને તેમના મેન્ટર સાથે મેળવી અને તેમના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. આ પ્રોગ્રામ દરમિયાન વિદ્યાર્થીઓ તરફથી જે નાના-મોટા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા તેનું નિરીક્ષણ અને પરીક્ષણ કરી તે તકલીફોને દૂર કરવાના સમર્થ પ્રયત્નો કરી તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application