અલિયાબાડા ખાતે જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને અપાયું માર્ગદર્શન

  • May 25, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તજજ્ઞો દ્વારા બાજરાના ગુણધર્મો,અગત્યતા, ઉત્પાદન, મૂલ્યવર્ધન અંગે અપાઈ માહિતી:28થી વધુ ખેડૂતો જોડાયા


ગત વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ છે ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર કેન્દ્ર દ્વારા ઉનાળુ ઋતુ દરમ્યાન જામનગર જીલ્લાના જુદાજુદા ગામોમાં ખેડૂતોના ખેતર ઉપર બાજરા સંશોધન કેન્દ્ર, જુકૃયુ, જામનગર દ્વારા બાજરાની વિકસાવેલ નવી બાયો-ફોર્ટીફાઈડ જાત -1129 (જામ શક્તિ)ના પ્રથમ હરોળના નિદર્શનો ગોઠવવામાં આવેલ. 


આ અંતર્ગત તા. 23.05.2024 ના રોજ જામનગર કૃષિ વિજ્ઞાન ક્ધદ્રના વડા ડો. કે. પી. બારૈયા  તેમજ બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો. કે. ડી. મુંગરા  તેમજ  એન. ડી. અંબાલીયા  (વૈજ્ઞાનિકો) દ્વારા અલીયાબાડા મુકામે સુરેશભાઈ બચુભાઈ મકવાણાના ખેતર ઉપર બાજરની જાતના ગુણધર્મો, તેમની ખોરાકમાં અગત્યતા, ઉત્પાદન કરવાની રીતો, મૂલ્ય વર્ધન વગેરે વિષયો ઉપર ખેતર ઉપર પ્રત્યક્ષ નિદર્શન દરમ્યાન તાલીમ આપેલ હતી. 


જેમાં ગામના 28 જેટલા ખેડૂતોએ લાભ લઈને વૈજ્ઞાનિકો સાથે સીધો વાતર્લિાપ કરવામાં આવેલ.  નિદર્શન પ્લોટ જોતા ખેડૂતોએ જામ શક્તિ બાજરાની જાત અન્ય જાતોની સરખામણી ખૂબજ ભરાવદાર ડુંડા, એક સરખો પાક, વધુ ફૂટ તેમજ તાપ સામે પ્રતિકારક (હિટ ટોલરન્સ), પશુ ઘાસચારા તરીકે પણ સારું ફોડર ક્વોલીટી તેમજ વહેલી પાકતી જાત તરીકે ગણાવી હતી. 


આ બાબતે વૈજ્ઞાનિકોએ વધુ ઉમેરતા જણાવેલ કે આ જાત અન્ય જાત  કરતા વધુ પ્રમાણમાં લોહ તત્વ અને જસત/ઝીંક ખૂબજ વધુ પ્રમાણમાં હોઈ, ખોરાકમાં ન્યુટ્રીશન માટે વધુ સારી જાત ગણાવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application