ચૂંટણીલક્ષી મુદ્દાઓ તેમજ પંચાયત, પૂરવઠા, મહેસુલ વિભાગને લગતા પ્રશ્ર્નોનો ત્વરિત નિકાલ માટે અપાયું માર્ગદર્શન

  • February 21, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને આર.ઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લક્ષમાં લેતા ચૂંટણીલક્ષી મુદ્દાઓ તેમજ પંચાયત, પૂરવઠા, મહેસુલ, મહેકમ જેવા વિવિધ વિભાગને લગતા પ્રશ્નોનો ત્વરિત નિકાલ માટે કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણીલક્ષી મુદ્દાઓનો ઉલ્લેખ કરતા કલેક્ટરએ મતદારયાદીમાં કોઈ બાકી ન રહી જાય, ઈવીએમ/વીવીપેટ અંગે પૂરતી તાલિમ, સ્ટાફ અંગેની વિગતો, ટેન્ડરિંગ પ્રક્રિયા, ચૂંટણીલક્ષી તાલિમ, તમામ બૂથો પર પીવાના પાણી સહિતની પ્રાથમિક સવલતો ગોઠવવા જેવી બાબતો પર તમામ આર.ઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.આ ઉપરાંત મિટિંગમાં રાજ્ય સરકાર હસ્તકના સરકારી જમીનની માંગણીઓની અરજીઓના નિકાલ, બિનખેતીના ઓનલાઈન અને ઓફલાઈન કેસોની સમીક્ષા, સરકારી જમીન પર દબાણના કેસો, ગામતળની વિવિધ પડતર દરખાસ્તો, જિલ્લામાં રેશનકાર્ડની સ્થિતી અંગે, વાજબી ભાવની દુકાનો તેમજ અન્ય પરવાનેદારોની લાઈસન્સ ચકાસણી, સરકારી લેણાંની વસૂલાત અંગે સમીક્ષા કરી અને પંચાયત, પૂરવઠા, મહેસુલ વગેરે વિભાગને લગતા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જ્યારે અધિક જિલ્લા કલેક્ટર આર.જી.આલે પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત સર્વેને જિલ્લામાં પ્રગતિકાર્યો વિશે માહિતગાર કર્યા હતાં અને બાકી રહેલા પ્રશ્નોનો સુનિયોજીત ઉકેલ આવે એ દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લ વીબહેન બારૈયા, પુરવઠા અધિકારી શ્રી બી.એન.મોદી, નાયબ કલેક્ટર શ્રી ભૂમિકાબહેન વાટલિયા,  પ્રાંત અધિકારી ઉના ચિરાગ હિરવાણિયા, પ્રાંત અધિકારી વેરાવળ વિનોદ જોશી સહિત મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News