ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો વધતો જતો કહેર, શંકાસ્પદ 26 કેસ, 14ના મોત

  • July 17, 2024 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં 26 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 14ના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે. 


વિગતવાર વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસ નોંધાયા છે. જેમાંથી 14ના મોત થયા છે. ચાંદીપુરાના સૌથી વધુ શંકાસ્પદ કેસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા. બન્ને જિલ્લામાં આ કેસના 4-4 કેસ નોંધાયા છે. 


શંકાસ્પદ 26 કેસમાંથી 24 કેસ ગુજરાતના

રાજ્યમાં નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસમાંથી 24 કેસ ગુજરાત રાજ્યના છે. જ્યારે 3 કેસ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં સારવાર અર્થે આવેલ છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ ગુજરાતના 12 જિલ્લાઓમાં નોંધાયેલા છે.




ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની મળી આવી 19 માખીઓ 

ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસથી બાળકીના થયેલા મોત બાદ તંત્રે હાથ ધરેલ સર્વેલન્સની કામગીરીમાં મૃતક બાળકીના ઘરની આસપાસના મકાનોમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની 19 માખીઓ મળી આવી છે. તેમજ મૃતક બાળકીના ઘરમાંથી ચાર સેન્ડ ફ્લાય માખીઓ મળી આવી છે. તમામ 19 માખીઓને પરીક્ષણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોટડા ગામમાં સેન્ડ ફ્લાય માખીઓ મળી આવેલા મકાનોમાં તિરાડો પુરવા તેમજ દવા છંટકાવની પણ કામગીરી હાથ ધરી છે.


ચાંદીપુરા વાયરસ શું છે?

વર્ષ 1966માં પહેલીવાર મહારાષ્ટ્રમાં આ સાથે સંબંધિત મામલો સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો.


ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફ્લાઈટિસ છે. એન્સેફ્લાઈટિસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application