રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીને પગલે મગફળીની આવક બંધ કરાઇ છે. મજુરો હવનાષ્ટમીની રજા પાળતા હોય હવે નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રહેશે આથી ખેડૂતોને મગફળી નહીં લાવવા અનુરોધ કરાયો છે.
રાજકોટમાં ગત રાત્રે ઝરમર વરસાદ વરસ્યો હતો તથા આજે સવારે પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે છાંટા વરસ્યા હતા, દરમિયાન વરસાદની આગાહી પણ હોય મગફળીની આવક બંધ કરવા નિર્ણય કરાયો છે, યાર્ડમાં દશેરાથી મગફળીની મબલખ આવક થતી હોય છે બરાબર ત્યારે જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ઓઇલ મિલોમાં દશેરાના શુભ મુહૂર્તથી પિલાણ થશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ઓઇલ મિલોમાં દશેરાના શુભ મુહૂર્તથી નવી મગફળીના પિલાણ શરૂ થતાં હોય છે તેમજ તમામ યાર્ડમાં દશેરાથી દિવાળી સુધીમાં કુલ ઉત્પાદનના પચાસ ટકા જેટલી મગફળી ઠલવાઇ જતી હોય છે. વરસાદી વાતાવરણ મુહૂર્ત ન બગાડે તે મામલે વેપારીઓ તેમજ ઓઇલ મિલર્સ પણ ચિંતિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલાર પંથકના ખારાઇ ઊંટની સ્વાસ્થ્ય સંભાળ માટે રિલાયન્સ દ્વારા કેમ્પનું આયોજન
November 14, 2024 12:48 PMમાર્ક ઝકરબર્ગએ 21મી એનિવર્સરી પર પત્ની માટે ગાયું ખાસ ગીત, Spotify પર રિલીઝ પણ કર્યું
November 14, 2024 12:29 PMજલગાંવમાં એમ્બ્યુલન્સમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ: ગર્ભવતી મહિલા અને તેના પરિવારનો આબાદ બચાવ
November 14, 2024 12:21 PMરાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ૮૧ રૂપિયા ઓછા ભાવે મગફળીના સોદા
November 14, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech