મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં સરકારે કર્યો વધારો, ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળનો વિરોધ

  • April 18, 2023 07:31 PM 

મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યાહન ભોજન કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો છે. જેમાં ધોરણ 1થી 5માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 5 અને 45 પૈસાનો વધારો કરાયો છે. ધોરણ 6થી 8માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 8 અને 17 પૈસાનો વધારો કરાયો છે. 

આ નિર્ણયનો ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે. મધ્યાહન ભોજન મંડળના સભ્યોનો જણાવ્યા મુજબ, અત્યારના સમયમાં મોંઘવારી જે રીતે વધી રહી છે તે પ્રમાણે ભાવ વધારો ઓછો છે. ધોરણ 1 થી 5 માં વિદ્યાર્થી દીઠ રૂ.5.45 તેમજ ધોરણ 6 થી 8 માં વિદ્યાર્થી દીઠ રૂ.8.17 કરાયો છે જે વધારાને હજી વધારવા માટે મધ્યાહન ભોજન મંડળના સભ્યો માંગ કરી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application