રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ શહેરમાં રૂ.185.79 કરોડના ખર્ચે નવા ચાર ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ બનાવવાની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં રૂ.185.79 કરોડના ખર્ચે નવા ચાર ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ બનાવવાની દરખાસ્તને મંજુરી અપાઇ છે.
રાજકોટ શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, નવી ડીસ્ટ્રીકટ કોર્ટ, ઝનાના હોસ્પિટલ, ખાનગી યુનિવર્સીટીઓ, જી.આઈ.ડી.સી., નવા બસપોર્ટ, સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે જેના કારણે આસપાસના નાના શહેરો અને ગામડાઓમાંથી ઘણા પરિવારો ધંધા રોજગાર માટે રાજકોટ શહેરમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં છેવાડાના વિસ્તારોનાં વિકાસ તેમજ શહેરની વસ્તીમાં વધારાના કારણે, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે, વાહનોની અવર જવરમાં સરળતા રહે તેમજ પ્રદૂષણમાં ઘટાડો કરવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં વધુ ચાર સ્થળોએ રૂ.185.79 કરોડના ખર્ચે નવા ચાર ઓવરબ્રિજ-અન્ડરબ્રિજનું નિમર્ણિ કરવા ફેબ્રુઆરી-2024માં રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. આ દરખાસ્તનો રાજ્ય સરકાર દ્વારા ત્વરિત જ નિર્ણય કરી, મંજુરીની મ્હોર આપવામાં આવેલ છે
રાજકોટ શહેરમાં રૂ.185.79 કરોડના ખર્ચે નવા ચાર ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ બનાવવાની દરખાસ્તને સરકારની મંજુરી મળતાં, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, બાંધકામ કમિટી ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલન આભાર વ્યક્ત કર્યો હતો.
કટારીયા ચોકડીએ ક્યાંથી ક્યાં સુધી અન્ડરબ્રિજ ?
કાલાવડ રોડથી ઘંટેશ્વર તરફ જવા રિંગ રોડ-2 ઉપર ટર્ન લેતા જ આવતા પહેલા રિવર બ્રિજ નજીકથી અન્ડર બ્રિજ શરૂ થશે અને સામેની બાજુ ગોંડલ ચોકડી તરફના રસ્તે રંગોલી આવાસ સુધી બ્રિજ બનશે
રાજકોટમાં ક્યા સ્થળે નવા પાંચ બ્રિજ બનશે ?
ક્રમ નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજની વિગત રકમ ા.કરોડમાં
1 વોર્ડ નં.11માં કટારીયા ચોકડી પર અન્ડરબ્રિજ તથા ફ્લાયઓવરબ્રિજ (ફેઇઝ-2) 138
2 વોર્ડ નં.1માં રૈયાગામથી સ્માર્ટ સિટીનાં ડી.પી.રોડ પર આવેલ વોકળા બ્રિજ 13.50
3 વોર્ડ નં.9માં 150 ફૂટ ન્યુ રિંગ રોડ પર કટારીયા ચોકથી સ્માર્ટ સિટી તરફ 20
જતા રોડ પર ત્રણ બ્રિજનું વાઈડનીંગ
4 વોર્ડ નં.18માં ખોખડદળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા રસ્તા પર હાઈલેવલ બ્રિજ 14.29
કુલ ા.185.79
કટારીયા ચોકડીએ ક્યાંથી ક્યાં સુધી ઓવરબ્રિજ ?
કાલાવડ રોડ ઉપર તાલુકા પોલીસ સ્ટેશન પાસેના જલારામ ફૂડ કોર્ટથી ફ્લાય ઓવરબ્રિજ શરૂ થશે અને કોસ્મોપ્લેક્સ સિનેમાથી થોડે આગળ પૂર્ણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech