રાજાશાહી સમયના જશોનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરકારની લીલી ઝંડી

  • December 07, 2023 05:31 PM 

ભાવનગરના રાજાશાહી સમયના જશોનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્વાર માટે સરકારમાંથી રૂપિયા ૯૯,૯૮,૪૦૦ મંજુર કરવામાં આવ્યા હતા. જયારે નાનીબાઇ સદાવ્રત રામજી મંદિરના વિકાસ માટે રૂપિયા ૫,૫૭,૧૦૦ વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે મંજુર કરાયા હતા.

ભાવનગરમાં હાર્ડસમા વિસ્તાર ગણાતા જશોનાથ ચોક ખાતે આવેલી જશોનાથ મહાદેવ મંદિર જે રાજાશાહી સમયમાં બનાવવામાં આવેલું શિલ્પશાસ્ત્રના નિયમથી બનેલું અદભુત મંદિર છે. આ મંદિર ભાવનગરના નેક નામદાર મહારાજા જશવંતસિંહજી ગોહિલના નામ પર બનેલા આ પ્રાચીન શિવાલય સોમનાથ મહાદેવ પછી હિન્દુ વાસ્તુ-શિલ્પશાસ્ત્રના નિયમથી બનેલું મંદિર છે. ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે આવેલું પ્રાચીન જશોનાથ મહાદેવજીનું મંદિર કાશી વિશ્વનાથની ઝાંખી કરાવતું મંદિર છે. જે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી બીજુ સ્થાન ધરાવે છે. જોકે છેલ્લા લાંબા સમયથી જશોનાથ મહાદેવ મંદિર જર્જરીત થવાને પગલે કેટલોક ભાગ તૂટીને ધરાશયી થયો છે. અને આ અંગે શહેરના અગ્રણી નાગરિકો દ્વારા મંદિરના જીર્ણોદ્રાર માટે ઉગ્ર માંગ કરી હતી. ત્યારે આખરે રાજ્ય સરકાર દ્વારા મંદિરના રીનોવેશન માટે ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવી હતી. ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસોથી શહેરનું રજવાડા વખતનું જશોનાથ મંદિર અને નાનીબાઈ સદાવ્રત રામજી મંદિર ના વિકાસ અને જીર્ણોદ્ધાર માટે ગ્રાન્ટ મંજુર કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા જશોનાથ મહાદેવ મંદિર માટે રૂપિયા ૯૯,૯૮,૪૦૦ તેમજ નાનીબાઇ સદાવ્રત રામજી મંદિર માટે રૂપિયા ૫,૫૭૧૦૦ મંજુર કરવામાં આવેલ છે. બંન્ને ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસથી થયેલ તમામ રકમ મુખ્યમંત્રીએ મંજૂર કરેલ છે. ટુંક સમયમાં આર્કિટેકની નિયુક્તિ થયા બાદ આ બન્ને મંદિરોનું રીનોવેશન શરૂ કરવામાં આવશે તેમ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application