સોમનાથમાં સરકારની ત્રિ–દિવસીય ચિંતન શિબિરનું સમાપ

  • November 23, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમનાથ મા ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ હતો જેમાં ચૂંટણી પહેલા સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ભૂમિકા સંદર્ભે ચિંતન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાયના શ્રે  જિલ્લ ા કલેકટર અને શ્રે  ડીડીઓના એવોર્ડ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં  આવ્યા હતા. રાજય સરકાર દ્રારા રાજયના ૨૦ જેટલા કલેકટરો અને જીલ્લા વિકાસ અધિકારીઓની શ્રે  અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯–૨૦, ૨૦૨૦–૨૧, ૨૦૨૧–૨૨, ૨૦૨૨–૨૩ અને ૨૦૨૩–૨૪ દરમિયાન આ અધિકારીઓએ કરેલી કામગીરીનું મૂલ્યાંકન કરી તેઓની શ્રે  અધિકારી તરીકે આ પસંદગી કરવામાં આવી છે.
આ તમામ અધિકારીઓને ા.૫૧–૫૧ હજારના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. રાજયમાં ઉત્કૃષ્ટ્ર કામગીરી કરનારા આ વહીવટી અધિકારીઓને રોકડ પુરસ્કાર ચુકવવા માટેનો ઠરાવ પણ કરી દેવામાં આવેલ છે. રાજય સરકાર દ્રારા જે ૨૦ અધિકારીઓની શ્રે  કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે તેમાં વર્ષ ૨૦૨૦–૨૧માં જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર પ્રવિણ ચૌધરી તેમજ વર્ષ ૨૦૨૨–૨૩માં જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર મીરાંત જતીન પરીખ તેમજ વર્ષ ૨૧–૨૨માં દેવભૂમિ દ્રારકા જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ ૧૯–૨૦માં વડોદરા જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવનાર સાલીની અગ્રવાલ, નવસારીના કલેકટર આદરી અગ્રવાલ, તેમજ વર્ષ ૨૦૧૯–૨૦માં વલસાડ જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર અર્પીત સાગર, પોરબંદર જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર વી.કે. અડવાણી, જયારે વર્ષ ૨૦૨૦–૨૧માં વલસાડ જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવનાર આર.આર. રાવલ, પાટણ જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવનાર સુપ્રીતસિંહની શ્રે  અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. તેની સાથોસાથ વર્ષ ૨૦૨૦–૨૧માં નવસારી જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર પ્રશસ્તી પરીક, વર્ષ ૨૧–૨૨માં વલસાડ જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવનાર સીપ્રા સૂર્યકાંત રાવ, દેવભૂમિ દ્રારકા જીલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવનાર એમ.એ. પંડયા સહિતના ૨૦ આઈએએસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સોમનાથ ખાતે આયોજિત રાય સરકારની ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનોલોજીના ઉપયોગ તથા એ.આઈ. અને ડેટા એનાલિટિકસ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક વકતવ્ય સત્ર યોજવામાં આવ્યું હતુ. એનવીડિયાના ડાયરેકટર જીગર હાલાણીએ સરકારની જન કલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એ.આઈ. ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશદ જાણકારી આપી હતી.આ સિવાય યોગ અને સાંસ્કૃતિ કાર્યક્રમનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application