રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ચેમ્બર દ્રારા રજુ કરેલી કન્વેન્શન સેન્ટરની માંગણીને સ્થળ ઉપર જ સ્વીકારીને રાજકોટને કન્વેન્શન સેન્ટર આપવા માટે સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું તેમજ જમીન પસંદગી કરીને ગાંધીનગર ખાતે જાણ કરવા પણ ઉદબોધનમાં ઉમેયુ હતું.
મૃદુ, સ૨ળ અને મકકમ એવા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ સ્નેહમિલન કાર્યક્રમમાં સૌને મળ વાની તક મળી તે બદલ સહદય આભારની લાગણી વ્યકત કરતા જણાવેલ કે, રાજકોટ ચેમ્બર દ્રારા જે કન્વેન્શન સેન્ટરની માંગણી કરાયેલ છે. ત્યારે કલેકટર, મ્યુ.કમિશ્નર તેમજ પદાધીકારીઓ હાજર છે તો રાજકોટને કન્વેશન સેન્ટરની સ્થળ પર જ ફાળવણી કરી દીધેલ અને તે માટે જગ્યા ઉપલબ્ધ હોય તે સરકારના ધ્યાને મુકવી તેની કાર્યવાહી સરકાર દ્રારા તાત્કાલીક પુરી કરવામાં આવશે. વધુમાં આખા વલ્ર્ડને હચમચાવી નાખનાર આ સૌરાષ્ટ્ર્ર છે અને પથ્થરને પાટુ મારી પૈસા કમાનાર વ્યકિતઓ છે. ત્યારે રાજય સ૨કા૨ આપવા માટે હંમેશા તૈયાર છે. જંત્રીના દરોમાં પણ કોઈએ મુંજાવવાની જર નથી સરકાર દરેક લોકોનું ધ્યાન રાખી રહી છે. નવી જીઆઈડીસી માટે પણ જગ્યા નકકી ક૨વા જણાવેલ અને તે માટે સ૨કા૨ પુરો સહયોગ આપશે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જયારથી દેશની કમાન સંભાળેલ છે ત્યારથી દરેકક્ષેત્રમાં વિકાસ થઈ રહયો છે અને સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહયો છે. વિકસીત ભારત અને વિકસીત ગુજરાત અંતર્ગત સરકાર દ્રારા પર્યાવરણ ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહયું અને મિશન લાઈન શ કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા વાઈબ્રન્ટમાં ૫૦% જેટલા ગ્રીન એનર્જી માટેના થયા છે. ત્યારે ઈન્ડ્રીસ્ટ્રીઝને પણ પર્યાવરણની ખાસ જાણવણી કરવી પડશે અને ગ્લોબલ કોમ્પીટીશનમાં ટકી રહેવા માટે ગ્રીન એનર્જી મહત્વનું પાસું છે. ખાસ કરીને રાજકોટ ચેમ્બર દ્રારા જે ૮ જેટલા મુદાઓ ધ્યાને મુકયા છે તે પ્રશ્નો નહી પણ માંગણીઓ છે અને સરકાર તેનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરશે. ગુજરાતમાં વેપાર–ઉધોગ ધમધમતો રહે અને તે માટે કોઈપણ જરીયાત રહેશે તો તે માટે રાજય સરકાર હંમેશા સાથે છે.
રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ફાળવવાની રાજકોટ ચેમ્બ૨ની વર્ષેાની જે માંગણી હતી તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ પુરી ક૨ેલ અને તે માટે માનનીય ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ ખુબ જ જહેમત ઉઠાવલ છે. જે બદલ રાજકોટ ચેમ્બર આભારની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમના અંતે રાજકોટ ચેમ્બ૨ના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, સરકારી અધિકારીઓ, સભ્ય પરિવાર, પ્રેસ મિડીયા તથા વિવિધ ચેમ્બરો અને એસોસીએશનોના હોદેદારો હાજરી આપવા બદલ આભારની લાગણી વ્યકત કરેલ. તેમજ તમામ કારોબારી સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ તેમ પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને માનદ સેક્રેટરી નૌતમભાઈ બારસિયાએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMરંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 07, 2025 10:59 PMરાજકોટ અને ભાવનગરના DDOની બદલી, સુરેન્દ્રનગર અને નડિયાદને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
January 07, 2025 09:11 PMઓખા દ્વારકા હાઇવે પર અકસ્માત, એક વ્યક્તિનુ મોત અને 3 ઈજાગ્રસ્ત
January 07, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech