ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણી માટેની અલગ વ્યવસ્થા બધં કરવા સરકારનો નિર્ણય

  • December 26, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેતીની જમીનની ખરીદી અને વેચાણ માટેની પ્રક્રિયામાં દસ્તાવેજની નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે ખેતી અને બિન ખેતી એમ બંને પ્રકારના દસ્તાવેજોની નોંધણી એક જ સિસ્ટમથી એક જ જગ્યાએ કરવાનો રાય સરકારે નિર્ણય લીધો છે.


ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણીની અલગથી વ્યવસ્થા બધં કરવાના રાય સરકારના નિર્ણય અનુસંધાને રેવન્યુ વિભાગ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને હવે આગામી ૧૦ દિવસમાં નોંધણી સર નિરીક્ષક તરફથી અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવશે. નવાઝોનની રચના અને ફેરફારની તેમાં વિગતો દર્શાવવામાં આવશે. ખેતીવાડીના દસ્તાવેજો અલગથી નોંધવા માટેની વ્યવસ્થા ૨૦૧૪માં કરવામાં આવી હતી તે હવે બધં થઈ છે.


જિલ્લા રજીસ્ટાર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સમગ્ર રાયમાં આગામી એકાદ પખવાડિયામાં આ નવી વ્યવસ્થા અમલમાં આવી જશે. સાથોસાથ અમદાવાદમાં ચાર નવી સબ રજીસ્ટર કચેરીઓ શ કરવામાં આવશે. નવાઝોન ફેરફારનું જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં કયા જિલ્લામાં કયા તાલુકા અને ગામનો સમાવેશ કરાયો છે તેનો ઉલ્લેખ કરાયો છે. ફેરફારવાળા ગામોનું નોંધણી સર નિરીક્ષક દ્રારા અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવશે.


જાહેરનામા બહાર પાડવાની પ્રક્રિયા પૂરી થયા પછી નવા ઝોન ફેરફારને લગતી વિગતો ગુજરાત સરકારના 'ગરવી' એપમાં લીંક કરાશે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા પછી સબ રજિસ્ટ્રાર કચેરીના જે ઝોનમાં જે વિસ્તાર આવતો હશે ત્યાં ખેતી અને બિનખેતી એમ બંને પ્રકારના દસ્તાવેજોની નોંધણી કરશે.


રાજકોટ જિલ્લામાં દર વર્ષે ખેતીના ૮૦૦૦ દસ્તાવેજોની નોંધણી
રાજકોટ શહેર જિલ્લામાં દર વર્ષે ૮૦૦૦ જેટલા ખેતીના દસ્તાવેજોની નોંધણી થાય છે. અત્યારે આ વ્યવસ્થા ઝોન ૮ માં કરવામાં આવી છે અને તેમાં ગામડાઓનો સમાવેશ કરાયો છે. નવા ફેરફાર પછી નજીકની કચેરીમાં જ આ કામગીરી થઈ શકશે.


ચાર ઝોનમાં એઆઈજી ઓફિસરો નિમાયા

જંત્રીના ભાવ વધારા પછી દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી બને અને પારદર્શિતા આવે તે માટે રાય સરકારે રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત એમ ચાર ઝોન જાહેર કર્યા છે. આ ચારે ચાર ઝોનમાં એડિશનલ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશનની નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રાજકોટ ઝોનમાં આ માટે ડી.જે.વસાવાની નિમણૂક કરવામાં આવી છે. સુરતમાં ડી.એસ.બારડ,વડોદરામાં આર.ડી.ભટ્ટ અને અમદાવાદમાં જે.બી.દેસાઈ નામના અધિક કલેકટર કક્ષાના અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application