સુપ્રીમ કોર્ટે ગઇકાલે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે, સરકાર બંધારણની કલમ ૩૯ (બી) હેઠળ કોઈપણ વ્યકિત અથવા સમુદાયની ખાનગી સંપત્તિ પર બળજબરીથી નિયંત્રણ ન લઈ શકે, સિવાય કે તે જાહેર હિત સાથે સંબંધિત હોય. આ નિર્ણયમાં ૯ ન્યાયાધીશોની બેન્ચે બહત્પમતી સાથે ચુકાદો આપ્યો હતો કે રાય દ્રારા ખાનગી મિલકતો ફકત તે જ કિસ્સાઓમાં હસ્તગત કરી શકાય છે યાં જાહેર હિત સંકળાયેલું હોય અને સમુદાયને લાભ હોય. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ નિર્ણયની અધ્યક્ષતા કરી હતી, જેમાં ૭ ન્યાયાધીશોએ આ નિર્ણય લીધો હતો. ખાનગી મિલકતો પર સરકારના નિયંત્રણને લગતા જૂના નિર્ણયોને પલટી નાખ્યા હતા. કોર્ટે કહ્યું કે સરકારને તમામ ખાનગી મિલકતો પર કબ્જો કરવાનો અધિકાર નથી, પરંતુ ફકત તે જ સંસાધનોને હસ્તગત કરી શકે છે જે જાહેર ઉપયોગ માટે હોય અને સમાજના કલ્યાણ માટે જરી હોય.
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ક્રિષ્ના ઐયર દ્રારા આપવામાં આવેલા ૧૯૭૮ના ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાય તમામ ખાનગી મિલકતો હસ્તગત કરી શકે છે. કોર્ટે સ્પષ્ટ્ર કયુ કે જૂના નિર્ણયમાં સમાજવાદી વિચારધારાથી પ્રેરિત આર્થિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જે હવે શકય નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ૯ જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ બીવી નાગરથના, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ સતીશ ચદ્રં શર્મા અને જસ્ટિસ આગસ્ટિન યોર્જનો સમાવેશ થાય છે. આ વર્ષે ૨૩ એપ્રિલથી સુનાવણી દરમિયાન આ કેસની વિગતવાર સુનાવણી કરવામાં આવી હતી અને ૫ દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ૧ મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ સુધાંશુ ધુલિયા આ નિર્ણયમાં અસંમત હતા. મુખ્ય ન્યાયાધીશના નિર્ણય સાથે આંશિક રીતે અસહમત જસ્ટિસ નાગરથનાએ અલગ અભિપ્રાય વ્યકત કર્યેા હતો, યારે જસ્ટિસ ધૂલિયાએ અલગ અભિપ્રાય વ્યકત કર્યેા હતો.
ચીફ જસ્ટિસ ચંદ્રચુડે પોતાના ચુકાદામાં કહ્યું કે કોર્ટનું કામ આર્થિક નીતિઓ નક્કી કરવાનું નથી, પરંતુ દેશમાં આર્થિક લોકશાહી સ્થાપિત થાય તે સુનિશ્ચિત કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી અને તેના આધારે રાયને બળજબરીથી તેનો કબજો લેવાનો અધિકાર હોઈ શકે નહીં. આ નિર્ણય રાય અને કેન્દ્ર સરકારોને એક મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂં પાડે છે, કારણ કે તે સરકારી નીતિઓમાં સ્પષ્ટ્ર કરે છે કે ખાનગી મિલકતો પર નિયંત્રણ ફકત તે પરિસ્થિતિઓમાં જ શકય બનશે યાં જાહેર હિત સામેલ હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech