સરકારી આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે ઓટો કેડ 2D & 3Dના ટુંકા ગાળાના કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

  • May 08, 2023 09:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી આઈ.ટી.આઈ રાજકોટ દ્વારા ઓટો કેડ 2D & 3D ના ટુંકા ગાળાના કોર્ષ શરૂ કરેલ છે. આજી ડેમ ચોકડી પાસે આવેલી આ આઈ.ટી.આઈ. ખાતે ઓટો કેડ કોર્ષનો સમયગાળો બે માસનો રહેશે. આ કોર્ષમાં તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. સરકારી સંસ્થા હોવાથી આ કોર્ષ તદન નજીવી ફી ફક્ત રૂ. ૭૫૦/- મહિનામા શિખડાવવામાં આવશે. 


વિવિધ આઈ.ટી.આઈ. ટ્રેડમાંથી પાસ આઉટ, ડિપ્લોમા કે ડિગ્રી એંન્જિ. પ્રથમ વર્ષ પાસ આઉટ ઉમેદવારો આ કોર્ષની તાલીમ લઈ શકે છે. રાજકોટ મેન્યુફેકચરિગ હબ હોવાથી ઓટો-કેડ સૉફ્ટવેરનો ખૂબ જ ઉપયોગ થતો હોવાથી આ કોર્ષમાં તાલીમ પૂર્ણ થયા બાદ એન્જી. ડિઝાઇન અને ડ્રોઈંગ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે તેમજ આઈ.ટી.આઈ. દ્વારા પણ પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે.


આ કોર્ષમાં તાલીમ લેવા માંગતા ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટસ સાથે આઈ.ટી.આઈ.ના નવા બિલ્ડિંગમાં આવેલ કેડ-કેમ ટ્રેડ વિભાગનો સંપર્ક કરવોનો રહેશે, તેમ સરકારી આઈ.ટી.આઈ.ના આચાર્ય સાગર રાડિયાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application