શિક્ષકો માટે ખુશખબર! ગુજરાતમાં જિલ્લા ફેરબદલીનો માર્ગ મોકળો

  • November 09, 2024 08:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગુજરાતનાં સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે આનંદના સમાચાર છે. રાજ્ય સરકારે જિલ્લા ફેરબદલી માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. લાંબા સમયથી વતન જવાની આશા રાખતા શિક્ષકોને હવે તેમની ઈચ્છા પૂરી થશે.


શિક્ષણ વિભાગના નવા નિયમો મુજબ વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકશે. આ બદલી પ્રક્રિયામાં ઓફલાઇન અને ઓનલાઇન બંને વિકલ્પો આપવામાં આવ્યા છે.


ઓફલાઇન બદલી કેમ્પ: 
14 નવેમ્બર, 20 નવેમ્બર અને 21 નવેમ્બર


ઓનલાઇન બદલી: 
23 નવેમ્બરથી 14 ડિસેમ્બર (પ્રથમ તબક્કો), 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર (જનરલ તબક્કો)


જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) સમયે ધ્યાને રાખવાની બાબતો:-


- જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીએ www.dpegujarat.in ઉપર Default Password થી Login થવાનું રહેશે. તથા Password બદલીને ખાલી જગ્યાઓની પોર્ટલ પર એન્ટ્રી કરવાની રહેશે.


- ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે તમામ પ્રકારની બદલીમાં જે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક મહેકમના કારણે છૂટા ન થયેલ હોય તેવા કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને જે શાળામાં હુકમ કરવામાં આવ્યો છે. તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે.


- આપના જિલ્લામાં કાર્યરત શાળાઓની વિગતો અનુસાર (તાલુકાનું નામ, શાળાનું નામ, શાળાનાં ડાયસકોડ, પે-સેન્ટર નામ અને કેન્દ્રના વિશે તેમજ ઓક્ટોબર-૨૦૨૪ની સ્થિતિએ શાળાના માસિક પત્રકોની ચકાસણી કરીને જ તા:-૩૧/૧૦/૨૦૨૪ની સ્થિતિએ નિવૃતિથી ખાલી પડતી જગ્યાઓ ધ્યાને લઈ ચોખ્ખી ખાલી જગ્યાઓ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.


- ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ખાલી જગ્યાનો પ્રકાર કે વિભાગ બદલી શકાશે નહી અને જગ્યા અંગે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણા/ શાસનાધિકારી રહેશે.


- આપના દ્વારા શાળા/ડાયસકોડ/ખાલી જગ્યાઓની વિગતો ખોટી અપલોડ કરવાને કારણે જે તે પ્રાથમિક શિક્ષક/ વિધાસહાયક દ્વારા શાળા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સંબંધિત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની રહેશે.



- શિક્ષણ વિભાગનાં તા. ૧૧/૦૫/૨૦૨૩ ઠરાવનાં પ્રકરણ-G સામાન્ય સૂચનાઓનાં ક્રમ-13 ની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક પુખ્ત ઉંમર અને પુરતી સમજણ ધરાવતા હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય જવાની સંભાવના હોઈ એકવાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ્દ થઈ શકશે નહતી. જેથી ખરેખર જિલ્લા ફેર બદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકે સુચવેલ વેબસાઇટ પર ઓનલાઈન જિલ્લા ફેર બદલીની અરજી કરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News