ખુશખબર : તહેવારમાં રેલ્વેની મુસાફરોને ભેટ, ઉત્તરાખંડથી રાજસ્થાન ચાલશે સ્પેશિયલ ટ્રેન

  • August 23, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





મુસાફરોની સુવિધા માટે રેલવેએ ઉત્તરાખંડના ટનકપુરથી રાજસ્થાનના દૌરાઈ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. તેનાથી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મુસાફરોને ફાયદો થશે.




05097 નંબરની સ્પેશિયલ ટ્રેન 30 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર સુધી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે સાંજે 6 : 25 કલાકે ટનકપુરથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 1 : 40 કલાકે દૌરાઈ પહોંચશે.




બીજા દિવસે સવારે 9 : 35 કલાકે ટનકપુર પહોંચશે




પરત ફરતા 05098 નંબરની સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 4 : 05 કલાકે દૌરાઈથી ઉપડશે અને બીજા દિવસે સવારે 9 : 35 કલાક ટનકપુર પહોંચશે.



આ સ્ટેશનો પર હશે સ્ટોપ



આ સ્પેશિયલ ટ્રેનના રૂટમાં ખતીમા, પીલીભીત, ભોજીપુરા, ઇજ્જતનગર, બરેલી સિટી, બરેલી જંક્શન, ચંદૌસી, મુરાદાબાદ, ગાઝિયાબાદ, જૂની દિલ્હી, દિલ્હી છાવણી, ગુડગાંવ, રેવાડી, નારનૌલ, નીમ કા થાણા, શ્રીમાધોપુર, રિંગાસ, ફુલેરા કિશનગઢ અને અજમેર રેલ્વે સ્ટેશન પર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application