ગોંડલ નગરપાલિકા તંત્રએ ભયજનક હોર્ડિંગ્સને જેસીબીની મદદથી તોડી પાડયાં

  • June 14, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ નગરપાલિકા તંત્રએ ભયજનક હોર્ડિંગ્સને જેસીબીની મદદથી તોડી પાડયાં
ગોંડલ:ગોંડલ શહેરમાં આડેધડ ખડકાયેલા હોર્ડિંગ ના કોન્ટ્રાક્ટરોને હોર્ડિંગ ઉતારવાની સૂચના નગરપાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી હતી. પણ કોન્ટ્રાકટરો દ્વારા એક પણ હોર્ડિંગ ન ઉતરતા અંતે નગરપાલિકા તંત્રને હોર્ડિંગ તોડી પાડવા ની ફરજ પડી હતી  વાવાઝોડા ના પગલે શહેર માં વિવિધ વિસ્તારોમાં જાહેરાત ના મસમોટા હોર્ડિંગ ને ઉતારવાની સૂચના નગરપાલીકા દ્વારા કોન્ટ્રાક્ટરો ને  આપવામાં આવી હતી પણ નગરપાલિકા તંત્રની સુચના ને ઙ ઘોળી ને પી ગયા હોય આખરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી ની મદદથી તમામ હોર્ડિંગ ને તોડી પાડવામાં આવ્યા હતા શહેરમા કોલેજ ચોક, ગુંદાળા ફાટક, જેલ ચોક, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં આવેલા તમામ ભયજનક હોર્ડિંગ ને  ની મદદથી તોડી પડાયા હતા.  બસસ્ટેન્ડ ચોક માં એક કોમ્પ્લેક્ષ ની ઉપર મહાકાય હોર્ડિંગ ખડકી દેવામાં આવ્યા છે જે જ્યાં હજુ પણ તંત્ર ની નજર નથી પોહચી. આ હોર્ડિંગ જો વાવાઝોડા દરમિયાન ફંગોળાશે અને કોઈ મોટી જાનહાની થશે તો તેના જવાબદાર કોણ થશે તેવું શહેર માં ચર્ચાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application