ગુજરાત ગૌરવ દિવસની ગૌરવમયી ઉજવણીને અપાઈ રહેલો આખરી ઓપ

  • April 24, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલેક્ટર બી.એ.શાહ સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી: રાજયપાલ અને મુખ્યમંત્રી જામનગર આવતા હોય તંત્ર ઉંધામાથે

આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. જે સમગ્ર કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તેમજ કાર્યક્રમ થકી જામનગરને વિશેષ ગૌરવ પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર ઉજવણી અંગેની જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સ્થળ મુલાકાત લઇ જિલ્લા કલેકટર બી.એ.શાહ સહિતના અધિકારીઓએ સમીક્ષા કરી હતી.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સાથે જોડાયેલા સ્થળો જેવા કે જામનગર એરપોર્ટ, શ્રી સત્ય સાંઈ શાળા મેદાન, જિલ્લા પંચાયત ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા, સર્કિટ હાઉસ તથા પ્રદર્શન ગ્રાઉન્ડ સહિતના સ્થળોની કલેકટર શ્રી શાહે મુલાકાત લીધી હતી તેમજ આ તમામ સ્થળોએ કરવાની થતી આનુસંગિક વ્યવસ્થાઓ જેવી કે મહાનુભવોનું આગમન, સ્ટેજ,મંડપ, બેઠક તથા પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, શસ્ત્ર પ્રદર્શન તથા પરેડ અંગેની જરૂરી વ્યવસ્થા વગેરે બાબતોની સ્થળ પર જ ચકાસણી કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓને તે અંગે જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ મુલાકાતમાં કલેક્ટર સાથે અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી  ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી નિલાક્ષ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક વસાવા, કાર્યપાલક ઇજનેર કટારમલ તથા છૈયા, ઇ. નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવેશ જાની, ઇ.નાયબ માહિતી નિયામક ગોજારીયા, મામલતદાર વિરલ માકડીયા સહિતના અધિકારીઓ જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application