રોગપ્રતિકારક રસી આપી ગાયોને સુરક્ષિત કરવાનું અભિયાન
દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં અનેક ગાયો ચોક્કસ પ્રકારના રોગનો ભોગ બની અને મૃત્યુ પામી છે. મુખ્યત્વે કૂતરાઓ સાથે એક જ કુંડીમાંથી ગાયો ખાય-પીએ છે. ત્યારે આ ખાવા પીવાથી ગાયોને હડકવાનો રોગ લાગુ પડે છે. જેના કારણે તાજેતરમાં દ્વારકા વિસ્તારમાં આવા રોગોથી અનેક ગાયોનું મૃત્યુ થયું છે.
ગાયોને આ રોગમાંથી બચાવવા માટે દ્વારકાની ગૌશાળાના રામજીભાઈ મજીઠીયા સાથે સેવાભાવી તબીબ સાગર કાનાણી તથા અન્ય ગૌપ્રેમીઓ દ્વારા ગાયોને આ રોગમાંથી બચાવવા માટે અગાઉથી ગાયને સુરક્ષા રસી આપી અને આ રોગ સામે પહેલેથી સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી માટે દ્વારકા વિસ્તારના સેવાભાવી ડો. સાગર કાનાણીએ તન, મન અને ધનથી પૂરો સહકાર આપવાની ખાતરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech