શુક્રવારે સૌરાષ્ટ્રના ચાર સહિત 19 જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા

  • September 24, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આગામી તારીખ ૨૭ ના રોજ શુક્રવારે સૌરાષ્ટ્ર્રના ચાર સહિત રાયના ૧૯ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાતમાં સૌથી મહત્વની અને નોંધપાત્ર બાબત એ છે કે બનાસકાંઠા ખાતે યોજાનારા રાય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ ઉપસ્થિત રહેવાના છે.
રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં યોજાનારી પંચાયતોની ચૂંટણી સાથે બનાસકાંઠા વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ તેવી શકયતા છે. આ બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા પછી તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે અને ખાલી પડેલી આ બેઠકમાં પેટા ચૂંટણી વખતની વ્યુહ રચનાના ભાગપે ભાજપે અત્યારથી જ કુંવરજીભાઈ બાવળિયાને આગળ કર્યા છે.
સૌરાષ્ટ્ર્રના જે ચાર જિલ્લામાં આવા કાર્યક્રમ યોજવાના છે તેમાં જામનગરમાં હાપા ખાતે માર્કેટ યાર્ડમાં રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. દ્રારકા જિલ્લામાં મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને ખંભાળિયાના માર્કેટ યાર્ડમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે. ગીર સોમનાથ જિલ્લાનો આવો કાર્યક્રમ વેરાવળ તાલુકાના કાજલી ગામે માર્કેટયાર્ડમાં અને અમરેલીનો કાર્યક્રમ લીલીયા રોડ પર આવેલ ખેડૂત તાલીમ કેન્દ્રમાં યોજાશે. ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને અમરેલીમાં કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહેનારા છે.
આ ઉપરાંત મહેસાણામાં બલવંતસિંહ રાજપુત વલસાડમાં કનુભાઈ દેસાઈ મહીસાગરમાં કુબેરભાઈ ડીંડોર સાબરકાંઠામાં ભાનુબેન બાબરીયા સુરતમાં હર્ષ સંઘવી દાહોદમાં બચુભાઈ ખાબડ નવસારીમાં મુકેશભાઈ પટેલ તાપીમાં પ્રફુલભાઈ પાનસેરીયા ભચમાં કુંવરજીભાઈ હળપતિ વડોદરામાં બાલકૃષ્ણ ખંડેરાવ શુકલ આણંદમાં રમણભાઈ સોલંકી ડાંગમાં વિજયભાઈ પટેલ ગાંધીનગરમાં શિશપાલ રાજપુત અને અરવલ્લીમાં શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહેવાના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application