ગારિયાધારના યુવાનનું મિસાઈલ હુમલામાં મોત

  • February 26, 2024 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લા ગારિયાધાર તાલુકાના યુવાનનું રશીયાની સીમા પર થયેલા ડ્રોન મિસાઈલ હુમલામાં મોત નીપજ્યું હતું. મહિને ૨ લાખ રૂપિયા કમાવાની લાલચે રશીયા લશ્કર માં સહાયક તરીકે ખાનગી એજન્ટ મારફત ગત ડિસેમ્બર માસમાં ગયો હતો જ્યાં તેની નોકરી યુક્રેન ખાતે હતી. અને સિક્યુરિટી તાલિમ દરમ્યાન રશીયાની સીમા પર યુક્રેનના ડોનેત્સક નજીક ત્રાટકેલી મિસાઈલ માં તેનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું.


ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વાવડી ગામના વતની હેમીલ અસ્વિનભાઈ માંગુકિયા (ઉ.વ.૨૩, રે. વેલંજા, તા. કામરેજ, જિ સુરત)નામનો યુવાન એક ખાનગી એજન્ટ મારફત પ્રતિ માસ બે લાખના પગારથી એજન્ટ મારફત રશીયનના લશ્કરમાં સહાયક ગત ડિસેમ્બર માસમાં જ જોડાયો હતો. રશીયન લશ્કરમાં જોડાયા બાદ માત્ર સહાયક તરીકેની કામગીરી કરવાની શરત સાથે નોકરીમાં જોડાયો હોવાનું અને ત્યાં તેને કોઈપણ પ્રકારના હથિયાર ચલાવવાના કે યુદ્ધ લડતા અન્ય સૈનિકની માફકની કોઈપણ પ્રકારની કામગીરી કરવાની ન હતી.


દરમ્યાનમાં હેમીલ રશીયાની સીમા નજીક યુક્રેનના ડોને ત્સક પાસે અન્યો સાથે ફાયરિંગની તાલિમ લઈ રહ્યો હતો ત્યારે અચાનક જ ત્રાટકેલી ડ્રોન મિસાઈલમાં હેમીલનું મોત નીપજ્યું હતુ.


દરમ્યાનમાં હેમીલના પરિવારજનોને હેમીલનું મિસાઈલ હુમલામાં મોત નીપજયાના સમાચાર મળ્યા હતા. જેના પગલે હેમીલ માંગુકિયાના પરિવારમાં ભારે શોક છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application