ગુજરાતનો ગરબો યુનેસ્કો દ્વારા આયોજિત કાર્યક્રમનું ભાવનગરમાં જીવંત પ્રસારણ યોજાયું

  • December 07, 2023 08:47 PM 

ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આયોજીત “ગુજરાતનાં ગરબા” ને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે યુનેસ્કો (UNESCO) દ્વારા માન્યતા આપવાના પ્રસંગનું બૉત્સ્વાના પ્રજાસત્તાકના કસાને શહેરથી લાઈવ વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ ભાવનગરની ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મેઇન હોલ, સરદારનગર ખાતેથી નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ભાવનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમા મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, પ્રાંત અધિકારી હિતેષ જણકાટ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એસ.એમ.બ્રહ્મભટ્ટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષભાઈ મેસવાણિયા, જિલ્લા રમત ગમત અધિકારી નરેશભાઈ ગોહિલ, અમુલભાઈ પરમાર, નીતિનભાઈ દવે, નીપાબેન ઠક્કર, મનુભાઈ દીક્ષિત સહિતના ગરબા તજજ્ઞો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application