મોરબી પાલિકાએ ૨.૯૭ કરોડનું બીલ ના ચૂકવ્યું તો ગાર્બેજ કલેકશન બંધ કરાયું

  • May 04, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન અને સ્પોટ પર સફાઈ સહિતની કામગીરી કરતી એજન્સીને પેમેન્ટ ના ચૂકવવામાં આવતા લેખિત રજૂઆત કરી હતી અને બાદમાં કામગીરી બંધ કરી દીધી છે જેને ધ્યાને લઈને પાલિકા તંત્રએ નાગરિકોને હાલાકીનો સામનો કરવો ના પડે તેવા હેતુથી પોતાના વાહનો કામે લગાડી કામગીરી ચાલુ રાખી છે.
​​​​​​​
મોરબીમાં ગાર્બેજ કલેકશન કરતી એજન્સીએ કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ મામલે ડેપ્યુટી કલેકટર અને નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર ડી.સી.પરમારે જણાવ્યું હતું કે નાગરિકોને તકલીફ ન પડે તે માટે પાલિકા દ્વારા જેસીબી, બે ડમ્પર તેમજ ટ્રેકટર સહિતના સાધનોથી સ્પોર્ટ પર કચરા નિકાલની કામગીરી ચાલુ રાખી છે તે ઉપરાંત ગાર્બેજ કલેકશન માટે ટ્રેકટર, છોટા હાથી સહિતના વાહનોથી કામગીરી ચાલુ છે જેમાં સામાકાંઠા વિસ્તાર, ગુલશન સોસાયટી, શનાળા રોડ, રવાપર રોડ તેમજ સાવસર પ્લોટ સહિતના વિસ્તારમાં ગાર્જેજ કલેકશન કામગીરી ચાલતી હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application