ભાણવડના સેવક દેવરીયામાં જુથ અથડામણ: સાત ઘાયલ

  • July 31, 2023 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુની અદાવતમાં હથિયારો ઉડયા : ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

ભાણવડ તાલુકાના સેવક દેવરીયામાં જુની અદાવતમાં બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયુ હતું જેમાં ૬ થી ૭ લોકોને નાની મોટી ઇજા થતા સારવાર અર્થે ભાણવડ અને ખંભાળીયા ખસેડવામાં આવ્યા છે.
દ્વારકા જીલ્લાના ભાણવડના સેવક દેવરીયા ગામના એક જ કોમના બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે અથડામણ થઇ હતી, જેમાં છ થી સાત લોકોને ગંભીર ઇજા થતા ભાણવડ અને ખંભાળીયા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને એક ટીમ હોસ્પીટલ ખાતે દોડી હતી, પ્રાથમિક તપાસમાં જુની અદાવતના કારણે તકરાર થયાનું સામે આવ્યું છે.
મારામારીમાં બંને જુથે હથિયારો ઉડતા સાત લોકો પૈકી ત્રણને ગંભીર ઇજા થઇ હતી, ઇજાગ્રસ્તો પેકી ત્રણને ભાણવડ અને ત્રણને ખંભાળીયા ખસેડવામાં આવ્યા હતા અને અન્યને જામનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે સમગ્ર મામલે ભાણવડ પોલીસે તપાસનો દોર શરુ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application