ગણેશ વિસર્જન દર્દનાક બન્યું, અલગ અલગ શહેરોમાં ૧૭થી વધુના મોત

  • September 30, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભગવાન ગણપતિ ની વિદાય કે વિસર્જન અને શહેરો માં દર્દનાક બન્યું હતું અને પાણીમાં ડૂબી જવાથી કુલ મળી ને ૧૭ થી વધુના મોત નીપય હતા. દિલ્હી, નાસિક, આગ્રા અને મૈનપુરીમાં ગંભીર ઘટનાઓ બની હતી.દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભકતોએ ગણપતિ બપ્પા મોરયાના નારા સાથે ગણેશની પ્રતિમાંનું વિસર્જન કયુ હતું, પરંતુ આ સમયગાળા દરમિયાન ઘણા શહેરોમાં મોટા અકસ્માતો થયા હતા. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્ર્રના નાસિકથી લઈને યુપીના આગ્રા અને મૈનપુરી સુધી અનેક ગંભીર અકસ્માતોના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આગ્રામાં ૬ યુવકો અને મૈનપુરીમાં પણ ૫ લોકો ડૂબી ગયા.આ ઉપરાંત, ગણપતિ વિસર્જન દરમિયાન, દિલ્હીના ચિલ્લા ખાદરમાં સ્વેમ્પમાં ફસાઈ જવાથી બે ભાઈઓના મૃત્યુ થયા હતા, યારે મહારાષ્ટ્ર્રના નાસિકમાં બે અલગ–અલગ અકસ્માતોમાં ચાર લોકો ડૂબી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દૂર્ઘટના બેદરકારીના કારણે થઈ છે.



દેશની રાજધાની દિલ્હીમાં મયુર વિહાર પાસે ચિલ્લા ખાદરમાં નોઈડાના ચાર યુવકો ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકો સગા ભાઈઓ હતા અને નિથારી ગામના રહેવાસી હતા. આ અકસ્માત બાદ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.ઉત્તર પ્રદેશના આગ્રા અને મૈનપુરીમાં પણ મોટો અકસ્માત થયો હતો. મૈનપુરીના માકડેય ઋષિ મંદિર પાસે તળાવમાં વિસર્જન દરમિયાન પાંચ લોકો ડૂબી ગયા, જેમાંથી ત્રણના મોત, ૨ સારવાર હેઠળ છે. આગરામાં પણ ગણેશ વિસર્જન દરમિયાન ૬ લોકો ડૂબી ગયા. જેમાંથી ૩ લોકોને બચાવી શકાયા નથી.

મળતી માહિતી મુજબ, આગરાના કૈલાશ ઘાટ, પોઈયા ઘાટ અને હાથી ઘાટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અકસ્માતનો ભોગ બનેલા યુવાનો તેના બદલે અન્ય કોઈ ઘાટ પર ગયા હતા.
નાસિકમાં બે મોટા અકસ્માત  મહારાષ્ટ્ર્રના નાસિક જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન બે અલગ–અલગ ઘટનાઓમાં ચાર લોકો ડૂબી ગયા. પોલીસે તેમાંથી બેના મૃતદેહ મેળવી લીધા છે યારે બે લોકોની શોધખોળ ચાલુ છે.નાસિકમાં ગણેશ વિસર્જન દરમિયાન બીજી મોટી દુર્ઘટના વાલદેવી ડેમમાં બની હતી. નિમન દરમિયાન ઘણા બાળકો ત્યાં એકઠા થયા હતા, જેમાંથી બે પાણીમાં ડૂબી ગયા હતા. સાંજે લગભગ છ વાગ્યે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.રાજસ્થાનના ઉદયપુરમાં પણ ગણપતિ વિસર્જન દરમિયાન ૬ યુવકો પાણીમાં તણાઈ ગયા હતા. જોકે, પોલીસકર્મીઓએ યુવકોને બચાવી લીધા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application