શહેરમાં વિવિધ સ્થળોએ મંગળવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ

  • September 16, 2023 10:55 AM 

લાલપુર બાયપાસ અને હાપા નજીક કોર્પોરેશન દ્વારા ગણેશ વિર્સજન માટે ઉંડા કુંડ બનાવાયા, ત્યાં જ વિર્સજન કરવા કોર્પોરેશનની અપીલ: દગડુ શેઠના ગણપતિમાં 22 ફુટની બોલપેન બનાવાશે, બ્રહ્મદેવ સમાજ અને પંચવટીમાં શિવનંદન ગણેશ ઉજવાશે


જામનગર શહેરમાં મંગળવારે વિવિધ સ્થળોએ શિવપુત્ર ગણેશનું સ્થાપન કરવામાં આવશે, હજારો ઘરોમાં બાપ્પાનો જયજયકાર થશે, 3, 5, 7, 9 અને 11 માં દિવસે જુદી જુદી રીતે ગણેશજીનું વિર્સજન કરવામાં આવશે, ખાસ કરીને મહાપાલિકાના હાપામાં તેમજ લાલપુર બાયપાસ પાસે 60ડ્ઢ150 ફુટના વિર્સજન માટેના કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ગણેશજીની મુર્તીઓનું વિર્સજન કરવા મહાપાલિકાની અપીલ કરાઇ છે.


જામનગર શહેરમાં દર વખતની જેમ બેડીના નાકે આવેલ કડીયા બજારમાં દગડુ શેઠ ગણપતી સાર્વજનીક મંડળ દ્વારા વિવિધ અનોખા કાર્યક્રમો કરાય છે, આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતી સમક્ષ 22 ફુટની બોલપેન દ્વારા શિક્ષણનો સંદેશ આપવામાં આવશે. દરીયાઇ રેતી, કંતાન, સફેદ કાપડ, પુઠા, વાંશ, સુતળી, દોરા, રંગીન પથ્થર, છીપલા, શંખલા દ્વારા ગણપતીજીની પ્રતિમા બનાવવામાં આવી રહી છે, આ ઉપરાંત એઇટ વન્ડરર્સ ગૃપ દ્વારા આ વખતે ચંદ્રયાન-3 મિશનની સફળતાને સાથે રાખીને 22 ફુટની બોલપેન બનાવવામાં આવી છે. અગાઉ 145 કીલોની ભાખરી, 1111 લાડુ, 51.6 ફુટની ગણપતિ, ગણેશજીની પેઇન્ટીંગ, સાત ધાનનો વિક્રમી ખીચડો, શહેરના વિવિધ કાર્યક્રમોનું આયોજન.


જામનગર મહાપાલિકા દ્વારા ગણેશજીના વિર્સજન માટે હાપામાં તેમજ લાલપુર બાયપાસ ચોકડી પાસે વિશાળ ચાર ઉંડા કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ગણેશજીનું વિર્સજન કરવામાં આવશે. ડીએમસી ભાવેશ જાનીએ લોકોને આ કુંડમાં વિર્સજન કરવા અપીલ કરી છે.


આ ઉપરાંત પંચવટી નજીક શિવનંદન ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 17માં વર્ષે સતત આયોજન થઇ રહ્યું છે, દરરોજ સવારે 8 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે આરતી અને લાડુનો પ્રસાદ, મંગળવાર તા. 19ના રોજ શોભાયાત્રા સવારે 8:30 વાગ્યે, ગણેશ સ્થાપના 11 વાગ્યે, તા.21 ના રોજ સાંજે 4 વાગ્યે સત્યનારાયણની કથા, તા.22 ના રોજ સાંજે 6 વાગ્યે અન્નકુટ (56 ભોગ), તા. 23 ના રોજ સવારે 9 વાગ્યે 1001 લાડુનો મહાયજ્ઞ અને બપોરે 12.30 વાગ્યે પૂણર્હિૂતી તેમજ બપોરે 2 વાગ્યે ગણેશ વિર્સજન કરાશે. નવાનગર બેંકની બાજુમાં જય માતાજી ગૃપ પંચવટી દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.


આ ઉપરાંત બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર ટીમ દ્વારા તા.19 થી 21 દરમ્યાન સર્વોદય સોસાયટી કોમન પ્લોટ, કૃષ્ણનગર મેઇન રોડ ખાતે ગણેશ ઉત્સવ યોજવામાં આવ્યો છે, બ્રહ્મદેવ સમાજ કા રાજા ઉત્સવમાં લોકોને હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, આ ઉપરાંત વર્ષોથી મરાઠા મંડળ દ્વારા ચાંદીબજાર ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશિષ્ટ આરતી અને પ્રસાદનું વિતરણ જેવા કાર્યક્રમો કરવામાં આવશે, તળાવની પાળે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગર કા રાજાનું તા. 19 ના રોજ પૂજન કરવામાં આવશે.


જામનગર ઉપરાંત સપડામાં પણ સિઘ્ધી વિનાયક મંદિરે ગણેશજી માટે મહોત્સવ ઉજવવામાં આવશે જયાં મહાપ્રસાદનું વિશિષ્ટ આયોજન કરવામાં આવશે. એસટી દ્વારા અને ખાનગી વાહનો દ્વારા લોકોને જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને સપડામાં ભવ્ય ગણેશ મહોત્સવ ઉજવવામાં આવશે.


ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, રાવલ, ભાટીયા, ઓખા સહિતના ગામોમાં પણ ગણપતિ બાપ્પા મોરીયાનો નાદ સંભળાશે. જામનગર શહેરમાં પણ હજારો ઘરોમાં ગજાનની પૂજન વિધી કરવામાં આવશે અને પ્રસાદ ધરવામાં આવશે, આમ ગણેશ મહોત્સવ માટે તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application