ગાંધીજીના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણને મહામૂલી આઝાદી મળી છે તેમ જણાવીને રાયના મુખ્યમંત્રીએ રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે કીર્તિમંદિરે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થનાસભામાં શબ્દાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સર્વધર્મ પ્રાર્થનામાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, પૂય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણે આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અહિંસા નમ્રતાની પરાકા ા છે. સમગ્ર વિશ્ર્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાય અપનાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનના મંત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદયથી સર્વેાદયનો મત્રં સાર્થક કર્યેા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂય મહાત્મા ગાંધીજીના અંત્યોદયના મત્રં સાથે ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારી વિકસિત ભારતના ચાર સ્તભં છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરૂ મહત્વ છે. પૂય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મશુધ્ધિ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિ મંદિર આવીને વિશ્ર્વભરમાંથી લોકો સર્વ ધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા ૧૦ વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કયુ જે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી છે. સ્વચ્છતા એ જન ભાગીદારીનું કાર્ય છે અને એ આપણે સાર્થક કયુ છે.આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચારમૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ તેમ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ પૂય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે, રાયશાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂય મહાત્મા ગાંધીજી વિશ્વને ચીંધ્યો હતો. પૂય મહાત્મા ગાંધીજીએ આપેલા દર્શનનો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે. પૂય બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે. આપણે પણ મહાત્મા ગાંધીએ ચિંધેલા રાહ પર આગળ વધી ભારતને વિકસિત ભારત બનાવીએ તેમ જણાવ્યું હતું.
આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુખ્યમંત્રીને પ્રિય એવો ચરખો અર્પણ કર્યેા હતો. મુખ્યમંત્રી એ કીર્તિ મંદિર ખાતે સ્મૃતિ સંગ્રહની મુલાકાત સાથે વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી. સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્રારા ખૂબ જ ભાવમયી રીતે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં પાણી પુરવઠા મંત્રી અને જિલ્લ ા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગરપાલીકા પ્રમુખ ચેતનાબેન તિવારી, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ભાગવતાચાર્ય પૂય રમેશભાઈ ઓઝા, રીયર એડમિરલ સતીશ બાસુદેવ,કલેકટર એસ.ડી.ધાનાણી, જિલ્લ ા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, રેન્જ આઇજી નિલેશ જાજડીયા, જિલ્લ ા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, અગ્રણી રમેશભાઈ ઓડેદરા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો એ ઊપસ્થિત રહી પૂય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech