નવલખી–કંડલા સમુદ્ર સેતુ બ્રિજના નિર્માણ અંગે ગાંધીધામ ચેમ્બરની પીએમને રજૂઆત

  • December 31, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કચ્છ અને સૌરાષ્ટ્ર્ર વચ્ચે જળમાર્ગની મર્યાદાઓને દૂર કરવા તેમજ બંને પ્રદેશોના આર્થિક–સામાજિક વિકાસને વેગ આપવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા કંડલા–નવલખી સમુદ્ર સેતુ બ્રિજનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ સરકારને સાદર કરવામાં આવ્યો છે. તેમજ આ બાબતે સાંસદ તેમજ ધારાસભ્યને પણ આહવાન કરવામાં આવેલ છે.
આ પ્રોજેકટની આવશ્યકતા અંગે ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવેલ કે, વર્તમાન સમયમાં કચ્છ જિલ્લ ો દેશનું મહત્વનું ઔધોગિક હબ બની ગયો છે. કંડલા, મુંદ્રા અને તુણા જેવા મહાબંદરોના વિકાસથી આંતરરાષ્ટ્ર્રીય વેપાર–વાણિય માટે કચ્છ એક, ભારતનું પશ્ચિમી દેશો માટે પ્રવેશદ્રાર બન્યું છે. સૌરાષ્ટ્ર્રના મોરબી સિરામિક હબ સહિતના ઉધોગોને માલ પરિવહન માટે હાલમાં ૧૪૭ કિલોમીટરનો લાંબો માર્ગ કાપવો પડે છે, જે સમય અને સંસાધનોનો વ્યય કરે છે. આ સંજોગોમાં માત્ર ૭ નોટિકલ માઈલ (૧૩ કિલોમીટર)નો સમુદ્ર સેતુ બનાવવાથી આ અંતર ઘટીને માત્ર ૧૩ કિલોમીટર થઈ શકે છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણી એ પત્રની વિગત પાઠવતાં જણાવેલ કે, પ્રસ્તાવિત બ્રિજના માર્ગમાં આવતા, સાત રમણીય ટાપુઓને પ્રવાસન કેન્દ્રો તરીકે વિકસાવી શકાય તેમ છે. આ ટાપુઓમાં પિરોટન, નવીનાર, ધ્રેવડા, મંડકી, પરર, સરયા અને વરવાળા જેવા મુખ્ય દરિયાઈ ટાપુઓનું આકર્ષણ તેમજ દરેક ટાપુની આગવીવિશેષતાઓને ધ્યાનમાં રાખી ને તેમાં ચેમ્બરની માંગ અનુસાર મરીન ઈકોલોજી રિસર્ચ સેન્ટર, પક્ષી નિરીક્ષણ કેન્દ્રો, સાહસિક પ્રવાસન સુવિધાઓ, દરિયાઈ રમતોની સુવિધાઓ, સાથે પ્રવાસન ને આકર્ષવા આધુનિક રિસોટર્સ પણ વિકસાવી શકાય છે.
તેમણે આ સૂચિત પ્રોજેકટના મુખ્ય લાભો વર્ણવતાં જણાવેલ કે, મોરબી સિરામિક ઉધ્યોગો દ્રારા પણ તૈયાર કરાવાયેલ એક સર્વેના આધારે, અંદાજિત આ ૧,૬૦૦ કરોડના પ્રોજેકટથી કચ્છમાં કાર્યરત ૨૦,૦૦૦થી વધુ ટ્રાન્સપોર્ટ વાહનોને તેનો સીધે સીધો લાભ મળી શકશે અને માલ પરિવહન ખર્ચમાં ૪૦% સુધીનો ઘટાડો થશે. સિરામિક, પોલીમર, પેપરમિલ, ઘડિયાલ અને નળિયા ઉધોગોને નોંધપાત્ર ફાયદો થશે. પ્રવાસન ક્ષેત્રે અનેક ઘણી નવી તકો ઊભી થશે અને પર્યાવરણને અનુકૂળ વિકાસ પણ શકય બનશે. સમુદ્ર સેતુના નિર્માણથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો લોકોને રોજગારી મળશે, નવા ઉધોગોની સ્થાપના થશે અને સમગ્ર પ્રદેશનો સવાગી વિકાસ થશે. તેવો ખાસ ઉલ્લ ેખ કરતાં, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને પણ આ પ્રોજેકટનું મહત્વ સમજાવી નિર્માણ કાર્યરત કરાવવા અને મૂર્તિમતં સ્વપ અપાવવા અપીલ કરાઇ છે.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મતે આ પ્રોજેકટ, ગુજરાત રાય તથા દેશના વિકાસમાં એક નવું કીર્તિમાન સ્થાપશે. સાથે સાથે કચ્છ–સૌરાષ્ટ્ર્રની સામાજિક–સાંસ્કૃતિક એકતાને પણ મજબૂત બનાવશે તેવો પત્રના અંતે વિશ્વાસ વ્યકત કરાયો હતો. તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application